Shantishram News, Diyodar, Gujarat.
ભારત સરકાર દ્વારા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવી દિલ્હીની યોજના અંતર્ગત
રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ અંતર્ગત મીની ભારતમાલા અંતર્ગત
બનાસકાંઠા જીલ્લાના થરાદ ૦ કી.મી.થી અમદાવાદ સુધીનો
ર૧૩.પ કી.મી.નો ફોરલેન રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ કરવામાં આવી રહ્યો છે.
જે માર્ગ બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકા માં (૦ કી.મી.થી ૭-૮ કી.મી.સુધી) ૧૦ ગામો થરાદ,નાંગલા,વજેગઢ, માલપુર, લુણાવા, ખોરડા, મોટીપાવડ, નાની પાવડ, ડેલ, સનાવિયા, તેમજ
લાખણી તાલુકા ના ચાર ગામો લીમ્બાઉ, લવાણા, ચાળવા, વજેગઢ અને
દીઓદર તાલુકા માં (૭-૮ કી.મી.થી ૩૬ કી.મી.) માં ૧પ ગામો સણાવ,રાંટીલા, વાતમનવા, સેસણનવા, સેસણજુના, વાતમ જુના, ફોરણા, કોટડા ફો.,સોની, જસાલી, સરદારપુરા (જ.),જાડા, કોટડા દી., મકડાલા, કુંવારવા,
કાંકરેજ તાલુકા માં (૩૬ કી.મી.થી પ૬ કી.મી.) માં ૯ ગામો ખોડા, સમણવા,ખિમાણા, રવિયાણા, ચેખલા, ઉચરપી, ઉંબરી, રણાવાડા, કંબોઈ ને સાંકળી પાટણ તરફ જશે
.જે પાટણ તાલુકાના ૧૩,ઉંઝા -૬, મહેસાણા-૧૭, કલોલ-૧૩,
માણસા-૮,ગાંધીનગર-૧૬,દહેગામ-૯, દસકોઈ-૧૩ ગામોને સાંકળી અમદાવાદ જશે.
આમ આ રોડ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ભારતમાલા હાઈવે ને સાંકળશે આમ પ્રજાને થરાદ થી કે દીઓદર થી અમદાવાદ જવા આસાન બની રહેશે.
ભારતસરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તા.ર૮/૧/ર૦રર ના રોજ અધિ સુચના જાહેર કરી
જે તે તાલુકાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારીશ્રી) ને સક્ષમ અધિકારી તરીકે નિમણુંક કરેલ છે. અને સર્વેનું કામ હાથ ધરાયેલ છે.
ટુંક સમયમાં જમીન સંપાદન અંગેની કામગીરી હાથ ધરાશે.
Mini Bharatmala Project, Banaskantha, Gujarat , Government Of India
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268