Shantishram News, Diyodar, Gujarat.
આજ રોજ બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી (Varkiben Pardhi),
સંસદ સભ્યોશ્રી પરબતભાઇ પટેલ (Parbatbhai Patel) અને શ્રી દિનેશભાઇ અનાવાડીયા (Dineshbhai Anavadiya),
બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો શ્રી શશીકાંતભાઇ પંડ્યા (Shashikantbhai Pandya) , શ્રી ગેનીબેન ઠાકોર (Geniben Thakor) , શ્રી ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput),
શ્રી કાંતિભાઇ ખરાડી (Kantibhai Kharadi), શ્રી નથાભાઇ પટેલ (Nathabhai Patel), શ્રી શિવાભાઇ ભૂરીયા (SHivabhai Bhuriya), શ્રી મહેશભાઇ પટેલ (Maheshbhai Patel) આદિ ઉપસ્થિત રહેલ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.
બેઠકમાં Banaskantha જિલ્લા વિકાસ અધિકારીશ્રી Swapnil Khareએ અધિકારીઓને જણાવ્યું કે, ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવીને તેઓને એક અઠવાડીયામાં વિગતવાર પત્યુત્તર પાઠવીએ.
બેઠકમાં સીપુ કેનાલના દબાણ દૂર કરવા, કેબલ વાયર નાખવા મંજુરી લેવા,
ડીસા (Deesa) ના રાણપુર વિસ્તારમાં રેતી ખનન અટકાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજના (PradhanMantri Aavas Yojna) માં ગ્રામ્ય વિસ્તારમાં મકાનો મંજુર કરવા તથા બાકી મકાનોની કામગીરી પૂર્ણ કરવા,
સીપુ જળાશય યોજનાની (Sipu Yojna) નવી વસાહત બનાવવા, શાળાના આરડાઓ, વાયરલ ફીવર (viral fever) ને અટકાવવા દવા છંટકાવ અને આરોગ્ય વિષયક પગલાંઓ લેવા,
પાલનપુર (Palanpur) શહેર અને એરોમા સર્કલ પાસે ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા,
ભારતમાલા (Bharatmala Project) પ્રોજેક્ટમાં ખેડુતોને ખેતરમાં જવા રસ્તાની સુવિધા રાખવા, નેશનલ હાઇવે પર ખાડા પુરવા અને ટ્રી કટીંગ કરાવવા,
પાલનપુર નવા બસ સ્ટેશન આગળનો સર્વિસ રોડ શરૂ કરવા, ગૌચરમાંથી દબાણ દૂર કરવા, દિયોદર (Diyodar) વિસ્તારમાં રેલ્વે પસાર થાય છે તે વિસ્તારમાં ખેતરમાં જવા રસ્તો મુકવા, દિયોદર સરકારી હોસ્પીટલનું કામ શરૂ કરવા,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી અંગે, સહકારી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઇ અને તેનું અમલીકરણ,
વાવ- ભાભર( Vav- Bhabhar) અને સૂઇગામ (Suigam) તાલુકાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન, વિકાસશીલ તાલુકાઓમાં વર્ક ઓર્ડર આપેલ કામો શરૂ કરવા,
કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને મરણ સર્ટીફિકેટ આપવા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ પરમાર, આસી. પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, (Banaskantha Police) નાયબ વન સંરક્ષકશ્રી અભયસિંગ,
નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268