Shantishram News, Diyodar, Gujarat.
નવેમ્બર માસમાં દિવાળી તથા બેસતું વર્ષ, લાભ પાંચમ, દેવ દિવાળી, ભાઈબીજના તહેવારો આવતાં હોઇ
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સારૂ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા જી.પી.એકટ કલમ ૩૭ (૧) મુજબનું
હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા દ્વારા
તા.૨૯/૧૦/૨૦૨૧ના પત્રથી વિનંતી કરેલ છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને
ગુજરાત પોલીસ અધિનિયમની ક.૩૭ (૧) થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
(ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર, તથા કોઈપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળુ પાનું હોઈ તેવા ચપ્પા સાથે રાખી ફરવાની
તેમજ લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ
(ખ) શરીરને હાનીકારક હોય તેવો કોઈપણ સ્ફોટક પદાર્થ લઈ જવાની
(ગ) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા
સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની
(ઘ) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.
(ચ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.
(છ) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અથવા
અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નિતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરીણામે રાજય ઉથળી પડવાનો સંભવ હોય
તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
આ જાહેરનામુ તા.૦૪/૧૧/૨૦૨૧ થી તા.૦૯/૧૧/૨૦૨૧ (બંને દિવસો સહિત) અને તા.૧૯/૧૧/૨૦૨૧ સુધી સમગ્ર બનાસકાંઠાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમ સને.૧૮૬૦ની ક.૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.
બનાસકાંઠા જિલ્લામાં કોવિડ–૧૯ના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાય૨સને વધુ ફેલાતો અટકાવવા જાહેર હિતમાં પુરતાં પગલાં લેવા જરૂરી છે.
ભારત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ફેસિયલ માસ્ક પહેરવાથી ફેલાવો થતો નોંધપાત્ર રીતે અટકાવી શકાય છે તેથી ઉકત રેગ્યુલેશનના નિયમ-૧૧ હેઠળ મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબન નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ધી એપિડેમિક ડીસીઝ કોવિડ–૧૯ રેગ્યુલેશન્સ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છું.
બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ વ્યકિતઓ જયારે તેઓ જાહેર જગ્યાએ હોય ત્યારે કામના સ્થળોએ ફરજિયાત પણ માસ્ક પહેરવુ જોઈશે અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકી રાખવાનું રહેશે.
આ હુકમ તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) સુઘી અમલમાં રહેશે.
Banaskantha, District, COllector, Diwali, Mask
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268