બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ:
Shantishram News, Diyodar, Gujarat.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી
શ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી
જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં વર્ષ-૨૦૨૧-૨૨ના બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ સિવાય ૧૩ તાલુકાઓ માટે ફાળવાયેલ કુલ રૂ. ૧૮.૦૦ કરોડ સામે કુલ રૂ. ૧૮.૯૫ કરોડના ૧૦૫૨ વિકાસકામો મંજુર કરવામાં આવ્યાં હતાં.
જિલ્લાના આયોજનમાં ૧૫ ટકા વિવેકાધિન યોજના- સામાન્ય,
ખાસ અંગભૂત યોજના, ૫ ટકા પ્રોત્સાહક યોજના અને
આદિજાતિ પેટા વિસ્તાર યોજના વગેરેનો સમાવેશ થાય છે.
જિલ્લાની ૬ નગરપાલિકાઓ ધ્વારા રૂ. ૧.૭૨ કરોડના ૨૯ કામોનું આયોજન રજુ કરવામાં આવ્યું હતુ.
આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વચ્છતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે.
વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ પણ ૧૯ કામો મંજુર કરવામાં આવ્યા હતાં.
વધુ વાંચો: દીઓદર તાલુકા ભાજપ કારોબારી યોજાઈ
આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું કે, રાજ્યનો છેવાડાનો વિસ્તાર પણ
વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
આજે મંજુર કરવામાં આવેલ વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરીએ.
તેમણે વર્ષ-૨૦૨૦-૨૧ના કામોની સમીક્ષા કરતાં કહ્યું કે,
ગયા વર્ષે જિલ્લામાં ૧૧૨૭ કામો મંજુર કરવામાં આવ્યા હતાં.
જે પૈકી ૬૬૨ કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે,
૩૯૫ કામો પ્રગતિ હેઠળ છે અને ૭૦ શરૂ ન થયેલા કામો ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વિકાસશીલ તાલુકાઓમાં સમાવિષ્ટ ૮-તાલુકાઓમાં ૬૩૬ કામો મંજુર કરવામાં આવ્યા હતાં.
તે પૈકી ૩૨૭ કામો સમયમર્યાદામાં પૂર્ણ થયાં છે,
૨૮૯ કામો પ્રગતિ હેઠળ છે અને ૨૦ શરૂ ન થયેલા કામો પણ ઝડપથી પ્રક્રિયા પુરી કરી કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું.
વિકાસકામોના આયોજન સમયે સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ અને અધિકારીઓએ એકબીજા સાથે સંકલન કેળવી તેઓની રજૂઆત કે સુચન હોય તો ધ્યાને લઇ વિકાસકામો ઝડપથી થાય તે દિશામાં આગળ વધવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુ વાંચો: દીઓદર ખાતે દીઓદર વિધાનસભા વિસ્તારની કોંગ્રેસની કારોબારી યોજાઈ
બેઠકમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે
બનાસકાંઠા જિલ્લા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ,
ધારાસભ્યો સર્વશ્રી મહેશભાઇ પટેલ, શ્રી જીગ્નેશભાઇ મેવાણી,
શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી નથાભાઇ પટેલ,
કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે,
જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.એમ.ઝાલા,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ,
પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમીતી હેતલબેન રાવલ,
જિ. પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી,
ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગુલાબસિંહ રાજપૂત,
શ્રી શિવાભાઇ ભૂરીયા, તાલુકા પંચાયતો અને
નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત
વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતાં.
Banasknatha Jilla Collector, Parbatbhai Patel, Maheshbhai Patel, Geniben Thakor, Jignesh Mevani, Aanand Patel, Swapnil Khare, Varkiben Pardhi, Kirtisinh Vaghela, Shivabhai Bhuriya
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268