(માહિતી બ્યુરો, પાલનપુર)
Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના’’ હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ યોજાનાર છે.
તા. ૧ લી ઓગષ્ટ, રવિવારના રોજ જ્ઞાનશક્તિ દિવસ નિમિત્તે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. બનાસકાંઠા જિલ્લામાં તા. ૧ લી થી ૯ મી ઓગષ્ટ નવ દિવસ સુધી યોજાનાર સુશાસનના શ્રેણીબધ્ધ કાર્યક્રમોને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામોના લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા આ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત તારીખ ૧ ઓગષ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગષ્ટ સંવેદના દિવસ, ૩ ઓગષ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગષ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગષ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગષ્ટ રોજગાર દિવસ, ૭ ઓગષ્ટ વિકાસ દિવસ, ૮ ઓગષ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, યુ.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરશ્રી એલ.એ.ગઢવી, ધાનેરા પ્રાંત અધિકારીશ્રી યોગેશ ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ. જે. ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.એસ.એમ.દેવ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી.કે.પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352