બનાસકાંઠા જિલ્લામાં તથા
પાલનપુર અને ડીસા શહેરમાં
રાત્રિ કરફ્યુંને અનુલક્ષી
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ડબ્લયુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯/૦૪/૨૦૨૧ના હુકમ થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૧ના હુકમ થી રાજયમાં કેટલાંક નિયંત્રણો મુકવાનો નિર્ણય લેવામાં આવેલ. નિયંત્રણો ગૃહ વિભાગના તા.૨૦/૦૫/૨૦૨૧ ના સરખા ક્રમાંકના હુકમથી તા.૨૮/૦૫/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવામાં આવેલ. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતાં પુખ્ત વિચારણાને અંતે ગૃહ વિભાગના તા.૨૦/૦૫/ ૨૦૨૧ ના હુકમથી સમગ્ર રાજયમાં નિયંત્રણો લાગુ કરવામાં આવેલ છે. જે નિયંત્રણોની અવધિ સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ થી તા.૨૭/૦૫/૨૦૨૧ થી તા.૨૮/૦૫/૨૦૨૧ ના ૦૬:૦૦ કલાકથી થી તા.૦૪/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે મુજબ બનાસકાંઠા જિલ્લા માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.),
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪,
ગુજરાત પોલીસ એક્ટની કલમ-૪૩,
ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા
ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે
મળેલ સત્તાની રૂએ
નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે.
(૧) અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચીંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજન સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
(૨) લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
(૩)અંતિમાંક્રિયા, દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
(૪) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડેશે નહી.
(૫) તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
(૬) પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
(૭) તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
(૮) પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
(૯) અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આર.ટી.પસી.આર. ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.
(૧૦) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહિતના તમામ કર્મચારી, અધિકારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૨૮/૦૫/૨૦૨૧ થી તા.૦૪/૦૬/૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.
પાલનપુર અને ડીસા શહેરમાં રાત્રિ કરફ્યુંને અનુલક્ષી
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૧ ના હુકમ થી રાજયના ૩૬ શહેરોમાં રાત્રી કરફ્યું અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જે ગૃહ વિભાગના સમાન ક્રમાંકના તા.૨૦/૦૫/૨૦૨૧ ના હુકમથી તા.૨૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના ૨૦:૦૦ કલાકથી તા.૨૮/૦૫/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ. રાજયમાં છેલ્લા કેટલાંક દિવસોની કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયેલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન:સમીક્ષા કરી તા.૨૦/૦૫/૨૦૨૧ ના હુકમ થી મુક્વામાં આવેલ નિયંત્રણોના સ્થાને પુખ્ત વિચારણા બાદ રાજય સરકાર દ્વારા નીચે મુજબ નિર્ણય કરવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ તા.૨૭/૦૫/૨૦૨૧ ના હુકમથી
રાજયના ૩૬ શહેરોમાં
તા.૨૮/૦૫/૨૦૨૧ ના રાત્રીના ૦૯:૦૦ કલાકથી તા.૦૪/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કરફ્યું અવધિ લંબાવવામાં આવેલ છે.
જે હુકમમાં અત્રેના જિલ્લાના
પાલનપુર શહેર તથા ડીસા શહેરનો
સમાવેશ થયેલ હોય
પાલનપુર શહેર અને ડીસા શહેર માટેના
નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.
(૧) રાત્રિ કરફ્યુંના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજૂ કર્યાથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) રાત્રીના કરફ્યુંના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યાથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યાથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
(૭) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૨) કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા પાલનપુર શહેર તથા ડીસા શહેરમાં નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે.
- તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્લેક્સ , માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
- રેસ્ટોરન્ટસ સવારના ૦૯:૦૦ કલાકથી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ટેક અવે અને હોમ ડીલેવરી ની સુવિધા ચાલુ રાખી શકાશે.
- અઠવાડીક ગુજરી/બજાચહાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
- આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
E..અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
F.સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.
- તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. H.પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
- તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
- પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
(૩) આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે.
(1) કોવિડ–૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
(2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ
(3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
(4) ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
(5) શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે.
(6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની તમામ ઓનલાઈન સેવાઓ.
(7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
(8) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી ટેક અવેય ફેસીલીટી આપતી સેવાઓ.
(9) ઈન્ટરનેટ, ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ/આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
(10) પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
(11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
(12) પોસ્ટ અને કુરીયર સર્વિસ
(13) ખાનગી સિક્યુરીટી સેવા
(14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
(15) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
(16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
(17) આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
(18) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ–૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ–૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૪) આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
(૫) તમામે ફેસ વર , માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહિતના તમામ કર્મચારી,અધિકારીઓને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તા. ૨૮/૦૫/૨૦૨૧ થી તા.૦૪/૦૬/૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) સમગ્ર પાલનપુર શહેર તથા ડીસા શહેર વિસ્તારમાં લાગુ પડશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક, ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268