Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી શ્રી આનંદ પટેલના અંબાજીના નેતૃત્વ હેઠળ તેમજ પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ અત્યંત આધુનિક હાર્ડવેર અને સોફટવેર ધરાવતા કેમેરા દ્વારા અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
અંબાજીમાં એ.એલ. (Artificial Intelligence) યુક્ત ફેસ રીકોગનાઈઝ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમમાં ગુનાહિત પ્રવૃતિઓ અને સંદિગ્ધ વ્યક્તિઓ તથા સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવે છે.
બનાસકાંઠા પોલીસે ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલ ઈસમોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે તથા ભાગેડુ, ગુનેગારોનો ડેટા ફોટા સહિત સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જયારે આ કેમેરામાં આવા ઈસમો દેખાશે ત્યારે એલર્ટ મેસેજ પોલીસ વિભાગને તેમજ સુરક્ષા એજન્સીઓને પ્રાપ્ત થશે જેથી તાત્કાલીક આવા ઈસમો પર કાયદાકીય પગલાં લઈ શકાશે.
ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારની ટેકનોલોજીયુક્ત આધુનિક કેમેરા તથા હાર્ડવેર સોફટવેરનો ઉપયોગ કરી જિલ્લા પ્રસાસન, પોલીસ તંત્ર, દેવસ્થાન ટ્રસ્ટના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરાઇ છે.
ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભારતભરના સર્વ શકિતપીઠોમાં મા ના હ્રદય સ્થાન એવા પુરાણ પ્રસિધ્ધ અંબાજી ધામમાં અરવલ્લીના અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન મા ભગવતીના ચરણોમાં શિષ ઝુકાવતા લાખો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાને વંદન છે.
દર વર્ષે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીમાં પદયાત્રા કરી પધારે છે. જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે.
શકિતપીઠ અંબાજીમાં ગુજરાતભરમાંથી તેમજ દેશ-વિદેશમાંથી યાત્રાળુઓ પધારે છે. સરકારશ્રી જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ સુરક્ષા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અત્યંત આવશ્યક અને મહત્વની બાબત છે.
Ambaji, Shaktipith, Gujarat, body warm camera, Security Safety
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268