તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીનો
પ્રજાજનો-નાગરિકો સાથેનૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-૧૯) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, મુખ્ય મંત્રીશ્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ.
સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
cm pfffoce , Gujarat, Vijaybhai Rupani, Gandhinagar, Newyear, Diwali,