પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં પ્રથમ એરકન્ડિશન્ડ કોચ કાયમી ધોરણે લાગશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનની પોરબંદર-શાલિમાર સુપરફાસ્ટ ટ્રેનમાં જનરલ કોચને કાયમી ધોરણે એક ફર્સ્ટ એસી કોચ (1st AC કોચ) સાથે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટમાં પોરબંદર સ્ટેશનથી 27મી જુલાઈ, 2022થી અને ટ્રેન નંબર 12906 શાલિમાર-પોરબંદર સુપરફાસ્ટમાં શાલિમાર સ્ટેશનથી 29મી જુલાઈ, 2022 થી એક પ્રથમ એર-કન્ડિશન્ડ કોચ (ફર્સ્ટ એસી કોચ) લગાવવામાં આવશે. ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલિમારના ફર્સ્ટ એસી કોચ માટે બુકિંગ 22મી જુલાઈ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. . . . . . . . . . . . . . .
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી