પોરબંદર સહિત સમગ્ર રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ઘરની બહાર જવાનું પણ ટાળી રહયાં છે. તેવા સંજોગોમાં અચાનક વાતાવરણે પલટો લીધો છે.આકાશમાં વાદળો છવાવા લાગ્યા છે. અને પવનની ઠંડી લહેરો વાઇ રહી છે. અને આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને હવામાન ખાતાએ તા.રપ અને ર૬ દરમિયાન ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવિટીનો પ્રારંભ થવાનો હોવાની આગાહી કરી છે ત્યારે ચોમાસાને વહેલું આવતું જોઇને ધરતીપુત્રોના હૈયામાં આનંદનાં વાદળો છવાયાં છે.ઉલ્લેખનિય છે કે હવામાન ખાતાએ ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે. આ આગાહી વચ્ચે પોરબંદરનાં આકાશમાં એકા-એક વાદળો છવાવા લાગ્યાં છે અને ઠંડા પવનોની લહેરો પણ આવી રહી છે. આ સાથે જાણે ચોમાસું થોડા જ દિવસો દુર હોય તેવું વાતાવરણ સર્જાઇ રહયું છે. અને તેને લઇને ધરતીપુત્રો પણ વહેલા ચોમાસાની શકયતાઓ વચ્ચે આનંદીત થઇ ઉઠયાં છે. ઉલ્લેખનીય છે કે દેશનાં આસામ, મેઘાલય અને અરૂણાંચલ પ્રદેશમાં હાલમાં સારો એવો વરસાદ પડી રહયો છે. બિહાર જેવા રાજયોમાં પણ સારો એવો વરસાદ પડી રહયો છે. તેના કારણે ગુજરાતમાં વહેલો વરસાદ આવવાની આગાહી ખોટી પડે તેમ માનવાનું કોઇ કારણ નથી ત્યારે તા.રપ અને ર૬થી ચોમાસાનાં મંડાણ થઇ શકે અને વહેલું ચોમાસું શરૂ થઇ જાય તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે વાવણીની તૈયારી કરીને બેઠેલા ખેડુતો આનંદમાં આવી ગયા છે. બીજી તરફ જેમણે વાવણીની પુરતી તૈયારી કરી નથી તે લોકો વાવણીનાં આયોજનમાં લાગી ગયા છે.
Trending
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ
- 1300 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત – કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
- મહારાષ્ટ્રમાં બધું હાથમાં હોવા છતાં વિપક્ષના હાથમાંથી જીત કેવી રીતે સરકી ગઈ?
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ