કોરોનકાળમાં ઘરની બહાર નીકળવાની જરૂર ઉભી થાય ત્યારે ચિંતા થાય છે.
આ વચ્ચે દર મહિને બેંકમાં જમા થતા પગારના નાણાં અને ખતમ જમા થતી રકમોના ઉપાડ માટે બેંકની શાખા કે ATM માં તો જવુજ પડે છે.
દેશની અગ્રગણ્ય ખાનગી બેંક HDFC BANK એ અમદાવાદ સહીત
દેશના ૫૦ શહેરોમાં લોકોની આ સમસ્યા દૂર કરી છે.
હવે બેન્કના ૧૫ જેટલા કામો માટે બ્રાન્ચ કે ATM જવાની જરૂર નથી
પરંતુ બેંક તમારા ઘરે આવશે.
બેંકે એચડીએફસી મોબાઇલ એટીએમ સુવિધા શરૂ કરી છે.
જે અંતર્ગત તમારે બેંકમાં જવાની જરૂર નથી પણ બેન્ક તમારા ઘરે આવશે.
મોબાઈલ વેનમાં ATM મશીન આપણા ઘરના આંગણે આવશે
જ્યાં તમે સેનિટાઇઝેશન સહિતની સુવિધા સાથે પૈસા ઉપાડી શકશો.
ઉલ્લેખનીય છે કે એચડીએફસીએ ગયા વર્ષે પણ આ પ્રકારની સુવિધા આપી હતી.
ભારત માટે ગૌરવની વાત,UNESCO ની યાદીમાં ભારત ના કયા બે સ્થળોનો થયો સમાવેશ
બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોબાઇલ એટીએમની સુવિધા હોવાને કારણે
સામાન્ય લોકોને કેશ ઉપાડવા માટે તેમના વિસ્તારની બહાર જવું નહીં પડે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે
ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને
15 પ્રકારના વ્યવહાર કરી શકશે.
આ મોબાઈલ એટીએમ વાનમાં લગાડવામાં આવ્યા છે
જેને વિવિધ કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવશે.
આની મદદથી ગ્રાહકો કોઈપણ અસુવિધા વિના સરળતાથી પૈસા ઉપાડી શકશે.
રોકડ ઉપાડ દરમિયાન ચેપ ફેલાવવાથી બચાવવા માટે પૂરતા પ્રમાણમાં સેનિટેશન કરવામાં આવશે.
ઉપરાંત બેંક કર્મચારીઓ સહિતના લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
બેંકની આ સુવિધા તે સ્થળોએ ઉપલબ્ધ હશે
જે કોવિડથી ભારે અસર કરશે અથવા કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે.
જ્યાં લોકોને બહાર જવા પર પ્રતિબંધ છે.
લોકોની સુવિધા માટે મોબાઈલ એટીએમ લગાવવામાં આવ્યા છે.
જે લોકો માસ્ક પહેરી સૅનેટાઇઝ કરે ત્યારબાદ જ રોકડ ઉપાડ કરવા દેવાશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268