આ પ્રસંગે પૂ.આ.શ્રી હર્ષસાગર સૂરી મ.સા., મોક્ષરત્ન સૂરી મ.સા., પૂ.આ.શ્રી રાજહંસ સૂરી મ.સા.આદિ સાધુ-સાધ્વી ભગવંતો ઉપસ્થિત રહેલ.
સવારે સૌએ પૂજ્યશ્રીની વંદના કરેલ. બાદમાં પૂજ્યશ્રીએ હિતશિક્ષા આપેલ.
બાદમાં સકળ સંઘના સામૂહિક સામાયિક યોજાયેલ.
આ પાવન અવસરે કાછોલી (રાજ.) નિવાસી મુમુક્ષુ જ્યોત્સનાબેન વિનોદચંદ્ર શાહનું સંયમ અંગીકારનું મુહુર્ત પ્રદાન કરવામાં આવેલ.
તેઓની દીક્ષા ગુરૂ રામ પાવન ભૂમિ મધ્યે મહાવદ-૭ તા.પ/૩/ર૦ર૧ના રોજ યોજાશે.
બાદમાં પૂ.ગચ્છાધિપતિના આગામી ચાતુર્માસની વિનંતી થતાં
પૂજ્ય ગચ્છાધિપતિ આ.શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ.સાએ મુંબઈ મટુંગા જૈનસંઘ મધ્યે આગામી ચાતુર્માસની જય બોલાવેલ.
સૌએ તેને વધાવેલ.
તા.ર૦ના રોજ ૐકારસૂરી આરાધના ભવન પાલ મધ્યે પૂ.આ.શ્રી અભયદેવ સૂરી મ.સા., પૂ.આ.શ્રી યશોભદ્ર સૂરી મ.સા. આદિની પાવનનિશ્રામાં પૂ.ગચ્છા.આ.શ્રી કલાપ્રભ સૂરી મ.સા.ની ગુણાનુવાદ સભા યોજાયેલ.
surat gopipura abhaydev suriji ms 59 Dixa Day Celebration, Omkarsuri aaradhnabhan