પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના
માર્ગદર્શન હેઠળ અને
અક્ષય કૃષિ પરીવારના નેજા હેઠળ
અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
Vallabhbhai Kathiria:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અને દેશભરની સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક તેમજ રચનાત્મક સંસ્થાઓને સાથે જોડીને
સમગ્ર દેશમાં ભૂમિ સુપોષણ અને સંરક્ષણ રાષ્ટ્રીય જનજાગરણ અભિયાન તા. ૧૩ એપ્રિલથી શરૂ થયું છે.
તેના ભાગરૂપે ગત તા. ૧પ એપ્રિલના રોજ સમગ્ર દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિ–પશુપાલન અને કામધેનુ યુનિવર્સિટીના તજજ્ઞોને
આ અભિયાનમાં જોડવા અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા એક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન ડો. વલ્લભભાઈ કથીરિયાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.
ભૂમિ સુપોષણ અને સંરક્ષણ રાષ્ટ્રીય જન જાગરણ અભિયાન નિમીતે રાષ્ટ્રીય સેમીનાર યોજાયો
અક્ષય કૃષિ પરીવાર અને આઈ.સી.એ.આર., અટારી અને પૂનાના સંયુકત ઉપક્રમે યોજાયેલા
આ રાષ્ટ્રીય વેબીનારમાં અધ્યક્ષીય પ્રવચન કરતા
કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પુરૂષોતમજી રૂપાલાએ
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આ અભિયાનને ગામ–ગામ સુધી પહોંચાડવા અને ખેડૂતોને સજીવ કૃષિ તરફ વાળવા
ર૪ જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી રૂપાલાજીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને આ અભિયાનમાં લાગી જવા અનુરોધ કર્યો Parshottam Rupala
દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગૌશાળાના ડેમો યુનિટ સાથે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત–બાયોફર્ટીલાઈઝર, બાયો પેસ્ટીસાઈડ અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને પ્રશિક્ષીત કરે.
સાથે ‘મેડ પે પેડ’ યોજના અંતર્ગત ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને જળસંરક્ષણના કાર્યો માટે પણ ખેડૂતોને પ્રેરણા આપે.
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારત અભિયાનને સાચા અર્થમાં સાકાર કરવા આપણી ધરતીમાતાને ઝેર મુકત કરીએ અને
ઓર્ગેનીક ખેત ઉત્પાદનોને પ્રોત્સાહન આપીએ.
ડો. વલ્લભભાઈ કથીરિયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર ખેડૂતોની વિઝીટ, કૃષિ મેળા, પ્રદર્શનો અને ડેમો યુનિટ દ્રારા જમીનને ઝેર મુકત કરી વધુમાં વધુ પોષણ યુકત કરવા પર ભાર મુકયો હતો.
દરેક કૃષિવિજ્ઞાન કેન્દ્રોમાં દેશી ગાયોના એક ડેમો યુનિટ સાથે બાયોફર્ટીલાઈઝર પ્લાન્ટ અને સજીવ ખેતીના નિયમીત પ્રયોગો કરવા ડો. કથીરિયાનું આહવાન
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જ સજીવ ખેતીના પ્રયોગો કરી ખેડૂતોનો સજીવ ખેતી પ્રત્યે વિશ્વાસ વધારવા પ્રત્યક્ષ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આવનારા દિવસોમાં સોશ્યલ અને ટી.વી., મીડીયા તેમજ આકાશવાણી દ્રારા શહેરીજનોને ગૌઆધારીત કૃષિના ઉત્પાદનો વાપરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ વેબીનારમાં આઈ.સી.એ.આર.ના ડાયરેકટર જનરલ શ્રી ડો. ત્રિલોચન મહાપાત્રએ વિવિધ સૂચનો કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ–ઈન્ચાર્જ અને વૈજ્ઞાનીકોને ભૂમિ સુપોષણ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અને
વધુમાં વધુ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા અને એ દ્રારા ઓછા ખર્ચ સાથે ખેડૂતોની આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો.
આઈ.સી.એ.આર.ના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ડો. અશોકકુમાર સિંઘ અને
કામધેનુ યુનિવર્સિટી ગુજરાતના વાઈસ ચાન્સેલર શ્રી ડો. એન.એચ. કૈલાવાલાએ ગાયના ગોબર અને ગૌમૂત્ર તેમજ બાયોપેસ્ટીસાઈડ અને બાયો ફર્ટીલાઈઝરનું મહત્વ સમજાવી
દેશી ગાયનું પાલન અને સંરક્ષણ માટે અનુરોધ કર્યો હતો.
ધરતી માતાને ઝેર મુકત કરવા વૈજ્ઞાનિકોનો દ્રઢ સંકલ્પ
અક્ષય કૃષિ પરીવારના રાષ્ટ્રીય સદસ્ય શ્રી અજીત કેલકરજીએ
આપણી ધરતીમાતાને ઝેર યુકત કરનારા વિવિધ આયામોની ચર્ચા કરી ધરતીને ઝેર મુકત કરવા ગૌ આધારીત ખેતી પર ભાર મૂકયો હતો.
આ વેબીનારમાં દેશભરના ૭૮૪ થી વધારે વૈજ્ઞાનીકો અને યુનિવર્સિટીના ડીન, પ્રોફેસર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઈન્ચાર્જ સહીત
અનેક રાષ્ટ્રીય મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતાં અને
આગામી દિવસોમાં ભૂમિ સુપોષણ અભિયાનને વેગવંતુ કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી
દેશના દરેક જિલ્લાના ગામડા સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો હતો.
સમગ્ર વેબીનારના આયોજનમાં ડો. વલ્લભભાઈ કથીરિયાને સહયોગી બનનાર અટારી–પૂણેના ડાયરેકટર ડો. લાખનસિંઘે આભારવિધી કરી હતી.
રાષ્ટ્રસેવાના આ ભગીરથ યજ્ઞમાં શ્રી મિતલ ખેતાણી, અમર તલવરકર, પુરીશ કુમાર, સુનીલ કાનપરીયા સહિતનાઓની ટીમે સક્રિય યોગદાન આપી વેબીનારને સફળ બનાવ્યો હતો.