વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ જામનગર જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન શ્રી નો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટર નું સર્ટિફિકેટ, PMJAY-MA કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.1 થી 12નાં બાળકોને સ્કોલરશીપની સહાય અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી હતી. જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા – પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન પહેલા થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક 23 વર્ષનું થાય ત્યારે રૂ.10 લાખની સહાય મળવા પાત્ર છે. વડાપ્રધાનએ વીડિયો કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે.
Trending
- ઇઝરાયેલના હવાઈ હુમલાથી વ્યથિત લેબનોન, રાજધાની બેરૂત પર IDF દ્વારા ખતરનાક હુમલો
- મહારાષ્ટ્રમાં કારમી હાર વચ્ચે કોંગ્રેસને દક્ષિણમાં જીવાદોરી મળી, માર્યો જીતનો પંજો
- ઓનલાઈન ગેમીંગમાં ભારે નુકસાનથી કંટાળીને 20 વર્ષના છોકરાએ કરી આત્મહત્યા
- સેબીની કડકાઈ વચ્ચે આ SME IPOને મળી મંજૂરી, કંપની 10 વર્ષ જૂની
- ડાયાબિટીસના દર્દીઓએ સવારે આ ફળ અવશ્ય ખાવું જોઈએ, તેઓને મળશે અદ્ભુત ફાયદા
- શું કુંડળીમાં સૂર્ય અને શનિનો સંયોગની પીડા છે? તો એકવાર આ ઉપાય અજમાવી જુઓ
- આજનું પંચાંગ 24 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે, વાંચો તમારું રાશિફળ