પાલીતાણામાં ગીરીરાજ ગૌરવ પુરસ્કાર અપાયા
Shantishram News, Diyodar, Gujarat.
ગતવર્ષે કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયેલ હતું.
ત્યારે શાશ્વતાગીરીરાજ મહાતીર્થ પણ યાત્રાળુઓ વિના સુમસામ હતુ. લોકોના ધંધા રોજગારને વિપરીત અસર પડવા પામેલ.
ગતવર્ષ દરમ્યાન વિપરીત સંજાેગોમાં સેવા આપનાર તથા ગતવર્ષે શત્રુંજય ગીરીરાજમાં લાગેલ આગ સમયે બુઝાવવામાં સેવા આપનાર કોરોનામાં સુંદર કામગીરી કરનાર તેમજ આખા વર્ષ દરમ્યાન સારૂ કામ કરનાર પાલીતાણા મધ્યે આદપુર મધ્યે ૯૫ જેટલા વ્યક્તિઓને
“શ્રી ગીરીરાજ ગૌરવ પુરસ્કાર”
ભારતભરના જૈનસંઘો,સમુદાયો દ્વારા
શ્રી “શત્રુંજય યુવક મંડળ”ના નેજા હેઠળ
શત્રુંજય મહાતીર્થની ફેમ સ્મૃતિચિન્હ સહ સન્માન કરવામાં આવેલ.
વધુ વાંચો: કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે 41મો સંકલ્પ સાથે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો.
આ પ્રસંગે મહંતશ્રી તથા
પાલીતાણા જૈનસંઘના પ્રમુખ શાંતિભાઈ મહેતા તથા
પાલીતાણા પેઢીના મેનેજર શ્રી મનુભાઈ શાહ આદિ મહાનુભાવોની હાજરીમાં સન્માન કરવામાં આવેલ.
શત્રુંજય યુવક મંડળના હર્ષદભાઈ શાહ (મુંબઈ) આદિ યુવાનોએ સુંદર આયોજન કરેલ.
વધુ વાંચો: પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ સન્માન સમારોહની ખાસ વિશેષતા એ હતી કે
દરેક દરેક સમાજનું બહુમાન જ્યારે પાલીતાણા મધ્યે
સર્વ સમાજના ૯પ જેટલા વ્યક્તિઓનું સૌ પ્રથમવાર બહુમાન થતાં સૌને અવકારેલ. Palitana Jain Sangh, Giriraj, Mumbai
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268