સુરત મહાનગર પાલિકા સીધી રીતે લોકડાઉન જાહેર કરી શકતી નથી.
સરકાર દ્વારા જે બડાઈ ઓ મારવા માં આવી હતી તે હવે પાલિકા ને નડી રહી છે.
પાલિકા સીધી રીતે લોકડાઉન અમલ માં ન લાવી શકતા હવે આડકતરી રીતે લોકડાઉન લાવવા નો પ્રયાસ કરી ને પ્રજા ને મૂર્ખ બનાવવા જઈ રહી છે.
પાલિકા એ સત્તાવાર રીતે કોઈ દુકાનો કે બજારો બંધ કરવા નું ફરમાન બહાર નથી પાડ્યું.
પરંતુ ચાલાકી થી મ્યુનિસિપાલિટી ની ટીમ સતત શહેર ના જુદાજુદા વિસ્તારો માં ફરી ફરી ને બે થી સાત દિવસ દુકાનો બંધ રાખવા ની તાકીદ કરી રહી છે.
સરકાર કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી રહી અને પાલિકા ની ટીમો આવી આવી ને આ નિર્દેશો કરી રહી છે જેના લીધે વ્યાપારીઓ રોષે ભરાયાં છે.
સુરત ના અઠવા ઝોન માં સંક્રમણ વધુ હોવાથી વિસ્તાર ની તમામ દુકાનો બંધ કરાવવા માં આવી છે.
આજ ના રોજ ઘોડદોડ રોડ ની શોપિંગ સેન્ટર પણ બંધ કરવા ની કામગીરી શરૂ કરી દીધી છે.
પાલિકા અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું.
પાલિકા એ કોઈ લેખિત રૂપ માં ના તો લોકડાઉન કે દુકાનો બંધ કરવા આદેશ કરાયો નથી છતાં પણ પાલિકા આ બધું કેમ કરી રહી છે? જેનો વિરોધ કરતા વેપારીઓ એ પાલિકા વિરદ્ધ ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
હવે સરકાર પોતાને બચાવવા કેટલી હદ સુધી ના પ્રયાસો કરશે તે જોવા જેવું રહેશે.
જેમાં અંતે જનતા જ દોષી સાબિત કરવા માં આવશે.