પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ.37.28કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે ત્યારે મુખ્યમંત્રી વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે.વી.સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે અને સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલ તા.૪ જૂનના રોજ સવારે-9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પાલનપુર બસ પોર્ટનું લોકાર્પણ કરાશે અને વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે. આ પ્રસંગે પાલનપુર ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિત રહેશે.મુખ્યમંત્રીના આ કાર્યક્રમોને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને સંદર્ભે પ્રોટોકોલ પ્રમાણે કરવાની થતી કામગીરી અંગે કલેકટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એમ. વી. ઓમ્ની શાયોના બી.આઇ.પી.એલ. (પાલનપુર) પ્રા. લિ. દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે.બનાસકાંઠા એસ.ટી. ડિવીઝન દ્વારા દિવસ દરમ્યાન કુલ- 1920 ટ્રીપો ચલાવી જિલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે. આ બસ પોર્ટની કુલ જમીનનો વિસ્તાર- 29,742 ચો.મી. છે. બસ ટર્મિનલ બિલ્ટઅપ વિસ્તાર- 38,665 ચો.મી. છે. એલાઇટીંગ અને બોર્ડિગ પ્લેેટફોર્મ 25 ચો.મી., પેસેન્જર કોન્કર્સ વિસ્તાર- 2242 ચો.મી., કોમન વેઇટિંગ રૂમ- 100 ચો.મી., લેડીઝ વેઇટિંગ રૂમ-50 ચો.મી., શોપ, રેસ્ટોરન્ટ અને કિયોસ્ક- 920 ચો.મી., ક્લોક રૂમ-25 ચો.મી., ઇન્કવાયરી, રિઝર્વેશન અને ટિકીટીંગ, પેસેન્જર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન- 150 ચો.મી., વહીવટી ઓફિસ- 50 ચો.મી., રેસ્ટરૂમ અને ડોરમેટરી- 200 ચો.મી., સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને સ્ટાફ ડિસ્પેન્સરી- 70 ચો.મી. તથા એસ.ટી. વિભાગીય કચેરી 70 ચો.મી. માં બનાવવામાં આવી છે. વર્ગ- 1 માટે 1, વર્ગ- 2 માટે 11 અને વર્ગ-3 માટે 140 ની બેઠક વ્યવસ્થાવાળી કચેરી તથા એસ.ટી. ના કર્મચારીઓને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર બનાવાયા છે.મુસાફરલક્ષી સુવિધાઓમાં ટિકીટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજીટલ ડિસપ્લે સાથેની આવામગનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઇન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન/રેસ્ટોરન્ટ, ડોરમેટરી અને ક્લોક રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. વાણિજ્યિક સુવિધાઓમાં રિટેલ સુપર માર્કેટ/ શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ/ ફૂડ કોર્ટ/ પ્લા,ઝા, વ્યાવસાયિક ઓફિસો અને શો- રૂમ, બજેટ હોટલ, સિનેમા હોલ, ગેમ ઝોન વિગેરની વ્યવસ્થા એક જ સ્થળ પર ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સરળતા રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર