પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇઃ તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા સુચના: tauktae cyclone:
શાંતિશ્રમ ન્યૂઝ, પાલનપુર
તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા
જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
તૌકતે વાવાઝોડાના કારણે જિલ્લામાં જાનમાલને નુકસાન ન થાય તે માટે
કલેક્ટરશ્રી આનંદ પટેલે પાલનપુર મુકામે અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી
વિવિધ કચેરીઓના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
તેમણે કહ્યું કે, તમામ નગરપાલિકા વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડીંગ્સ ૨૪ કલાકમાં ઉતારી લેવા તથા
યુ.જી.વી.સી.એસ.ની લાઇન નજીકના ઝાડ કટીંગ કરી લેવામાં આવે
જેથી વીજ પુરવઠાને થતું નુકશાન અટકાવી શકાય.
કલેકટરશ્રીએ વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે જિલ્લાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તથા
પોતાના વિસ્તારમાં અધિકારીઓ હાજર રહી એલર્ટ રહે અને
સર્વે માટેની ટીમો તૈયાર રાખવા સહિતનું આયોજન કરવા જણાવ્યું હતું.
પીવાના પાણી માટેની ટાંકી- સંપ ભરી રાખવા તથા
પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાનો ઉભા કરવાની જરૂરીયાત જણાય તો
સ્થાનિક અધિકારીઓ પાસે શાળાની ચાવી હાથવગી હોવી જોઇએ.
અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું “તાઉ’તે” ( tauktae cyclone ) જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે;
તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે
15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.
આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર,
દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર,
વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા
પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.
એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે
તા.17 મૅ, 2021ના રોજ
પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી
મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે,
જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.
બેઠકમાં આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા,
નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ,
યુ.જી.વી.સી.એલ.ના સુપ્રિ. એેન્જીનિયરશ્રી એલ.એ.ગઢવી સહિત
તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યાં હતાં.
વધુ વાંચો.
એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ: કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ
હવામાન સમાચાર : IMD એ કહી આ વાત ,કેરલમાં સમય પહેલાં મોનસૂન એન્ટ્રી કરી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268