Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના (Vijaybhai Rupani) નિર્ણાયક નેતૃત્વવાળી રાજ્ય સરકાર (government of gujarat) દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ land grabbing act (જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતો કાયદો) બનાવવામાં આવ્યો છે. આ કાયદો ભૂમાફીયાઓની શાન ઠેકાણે લાવવા માટે અકસીર ઇલાજ સાબિત થઇ રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓએ આ કાયદાના કડક અમલ માટે કમર કસી છે.
ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હઠેળ મિલ્કત જપ્તીનો સમગ્ર રાજ્યમાં પ્રથમ બનાવ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં નોંધાયો છે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું છે.
આ બનાવની વિતગવાર માહિતી આપતાં બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે.પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન (Palanpur Police Station) માં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ની કલમ. ૪(૩), ૫(સી), ૬(૧)(૨) તથા ઈ. પી.કો.ક. ૪૪૭, ૩૪ મુજબનો ગુનો તા. ૮ જાન્યુઆરી- ૨૦૨૧ના રોજ દબાણવાળી જગ્યાની તપાસ થયા બાદ બનાસકાંઠા કલેકટરશ્રીના હુકમ મુજબ પાલનપુર તાલુકાના કાણોદર રેવન્યુ તલાટી શ્રી મનીષાબેન ગોવિંદભાઈ શાહએ ફરીયાદ દાખલ કરાવી હતી.
જેમાં ભાગળ (જગાણા) ગામની શ્રીસરકાર સર્વે નં. ૦૬ જમીન હક પત્રકની નોધ નં.૧૪૨ તા.૨૨/૫/૧૦૫૬ થી ગૌચર હેડે ચાલતી જમીનનો જુનો સર્વે નં.૧૩૩/૧ હતો તે જગ્યામાં આરોપી (૧) જાવેદ ઉસ્માનભાઈ પટેલ અને (૨) અસદ ઉસ્માનભાઈ પટેલ બંને રહે. ભાગળ તા. પાલનપુર જિ. બનાસકાંઠાએ સરકારી મિલ્કતના સર્વે નં.૬ માં હે. આરે.૦-૨૦-૯૨ ચોરસ મીટર જગ્યામાં દબાણ કરી ગુનાના આરોપી નાસતા ફરતા રહેતાં હોઇ,
પાંચમા એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક સેશન્સ જજ પાલનપુરની કોર્ટમાંથી સી.આર.પી.સી. ક. ૭૦ હેઠળનું પકડ વોરંટ મેળવી આરોપીઓની શોધખોળ કરવા ગુજરાત રાજય તથા બીજા રાજયોમાં પ્રસિધ્ધિ કરાવવા છતાં આરોપીઓ મળી આવ્યા નહીં અને ફરાર હતાં.
જેથી આરોપીઓને ગુનાના કામે પકડવા કોર્ટ તરફથી તા.૨૨/૦૬/૨૦૨૧ના રોજ ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-૮૨ હેઠળનું જાહેરનામું બહાર પાડી આરોપીઓને જાહેરનામું પ્રસિધ્ધ થવા આપતાં ભાગળ(જ) ગામમાં માઇકથી જાહેરમાં એલાઉન્સ કરાવી તથા
ગામના જાહેર સ્થળો ગ્રામ પંચાયત, દુધ ડેરી, ગામના નોટીસ બોર્ડ તથા લાઇબ્રેરી તથા મસ્જીદ સામે તથા આરોપીઓના ઘરે તથા વિવિધ જગ્યાએ કોર્ટના જાહેરનામાંની પ્રસિધ્ધ કરાવવામાં આવી તેમ છતાં કોર્ટે આપેલ મુદત દરમિયાન બંને આરોપીઓ હાજર થયા નહીં.
આરોપી નં- (૧) અસદ ઉશ્માન પટેલ રહે. ભાગળને તા. ૧૩ જુલાઇ-ર૦૨૧ના રોજ પકડી પાડી પાલનપુર મુકામે અટક કરવામાં આવ્યો છે અને કોર્ટ સમક્ષ રજુ કરતાં આરોપીને કોર્ટે પાલનપુર સબ જેલમાં મોકલી આપ્યો છે. જે હાલ પાલનપુર સબ જેલમાં છે.
આરોપી જાવેદ ઉશ્માન પટેલ સામે ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-૮૨ મુજબની કાર્યવાહી પુર્ણ કરાવવા છતાં હાજર ન રહી કોર્ટનો તિરસ્કાર કરતાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૧૭૪(ક) મુજબનો ગુનો આરોપી સામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી. આર. પટેલે દાખલ કરાવેલ છે.
Sponcered:
આરોપી નં- (૨) જાવેદ ઉસ્માનભાઈ પટેલ રહે. ભાગળ તા. પાલનપુર જિ. બનાસકાંઠાને હાજર થવાની ફરજ પાડવા માટે જપ્તીનો હુકમ ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-૮૩ હેઠળનું જાહેરનામું તા.૨ ઓગષ્ટ-૨૦૨૧ના રોજ પાંચમા એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક સેશન્સ જજ પાલનપુર દ્વારા બહાર પાડવા આવ્યું
જે જાહેરનામાની બજવણી તા. ૩ ઓગષ્ટ-૨૦૨૧ના રોજ આરોપી જાવેદ ઉસ્માનભાઈ પટેલ રહે. ભાગળ તા.પાલનપુર જિ.બનાસકાંઠાના ભાગળ ગામે આવેલ મિલ્કત (૧) મોજે. ભાગળ ગ્રામ પંચાયત નાઇ પંચાલવાસ મદ્રેસાની બાજુમાં આવેલ ખુલ્લો પ્લોટ નં. ૧૦૩ તથા (૨) મોજે. ભાગળ ગ્રામ પંચાયત ઘઘાવાસ ગામના ગોદરે સ્લેબવાળુ મકાન નં.૬૮ને પંચો રૂબરૂ સીલ કરવામાં આવેલ તેમજ નિયમ અનુંસાર નોટીસ બોર્ડ ચોટાડવામાં આવેલ તેમજ ખુલ્લો પ્લોટ નં. ૧૦૩માં પણ પંચો રૂબરૂ નોટીસ બોર્ડ લગાવવામાં આવેલ છે.
આ સમગ્ર ગુનાની તપાસ પાલનપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, તેમની ટીમ તથા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઉમદા કાર્યવાહી કરી આરોપીની મિલ્કત કબજામાં લઇ પાંચમા એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક સેશન્સ જજ પાલનપુર કોર્ટને રિપોર્ટ કરતાં કોર્ટે તા. ૫ ઓગષ્ટ-૨૦૨૧ના મિલ્કતની ચાવી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટેટશ્રી, પાલનપુરને સોંપવા હુકમ કર્યો છે.
આરોપી જાવેદ ઉશ્માન પટેલ નાસતો ફરતો હોઇ તેને ટીમ દ્વારા તા. ૪ ઓગષ્ટ-ર૦૨૧ના રોજ પકડી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને કોર્ટે પાલનપુર સબ જેલમાં મોકલી આપેલ છે. જે હાલ પાલનપુર સબ જેલમાં છે.
આમ, બંને આરોપીને પકડી જેલના સળીયા પાછળ ધકેલી તેમણે પચાવી પાડેલ સરકારી મિલ્કતો કોર્ટના આદેશ અનુસાર તંત્ર દ્વારા સીલ કરવામાં આવતા જમીન પચાવી પાડનારા ભૂમાફીયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપો છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268