Shantishram News, Diyodar, Gujarat.
રાજય સરકારશ્રીની શ્રમયોગીઓ માટેની યોજનાના અનુસંધાને આજે પાલનપુર ખાતે હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટશ્રી આર.એમ.પંડ્યા અને કંપની કમાન્ડન્ટશ્રી મનોજ ઉપાધ્યાયના પ્રયાસોથી
હોમગાર્ડ ભવન, જિલ્લા કચેરી પાલનપુર ખાતે શ્રમિક કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા લેબર ઓફિસરશ્રી ચિંતન ભટ્ટ સાથે સંકલન કરી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે શ્રી મનોજભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાનોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારનાં બે વિભાગો સાથે સંકલન કરી આજે કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જિલ્લાનાં તમામ યુનિટોમાં આવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે તથા જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનોને સરકારશ્રીની આ યોજનાથી જોડવામાં આવશે.
આ કેમ્પમાં હોમગાર્ડ પાલનપુર યુનિટના કમાન્ડન્ટ પી.બી.ગોસ્વામી, વિનોદભાઈ રણાવસિયા, શ્રમ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં
Palanpur, Banaskanth, Shramyogi Yojana, Home Guard CARD, Sharmik Card
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268