Shantishram News, Diyodar, Gujarat.
પાલનપુર શ્રી વી. આર. વિધાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્યના વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સમતોલ આહાર અને પોષણ બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
જેમાં બાળકીઓને તરૂણાવસ્થા દરમ્યાનની મુઝવણો અને સમાધાન તથા ગુડ ટચ અને બેડ ડચ તેમજ પોષણ પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ હતું કે, બાળકીઓએ બાળવસ્થામાંથી તરૂણાવસ્થામાં પ્રવેશતા સમયે બિલકુલ ડરવાની જરૂર નથી પરંતુ તે સમય સાચા માર્ગદર્શન અને સાચી માહિતીની જરૂર હોય છે.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમનો આજથી બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૪ મી ઓક્ટોબર સુધી જિલ્લાની ૫૩૧ જેટલી સ્કુલોમાં ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દિકરીઓને ૭૧ આર.બી.એસ.કે. ટીમ દ્વારા માસિક સ્ત્રાવ અને ગુડ ટચ તથા બેડ ટચ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય કચેરી અને અર્બન હેલ્થ સેન્ટર–ર દ્વારા રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. અનાવાડીયા, અર્બન-૧ અને અર્બન-રના મેડીકલ ઓફિસરશ્રીઓ અને કેળવણી નિરિક્ષકશ્રી નૈનેષભાઈ દવે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વી. આર. વિધયાલયના આચાર્યશ્રી ભારમલભાઈ પટેલ અને ડી.આઈ.ઈ.સી.ઓ.શ્રી એમ.એન.રાઠોડે કર્યુ હતું.
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇની Rajulben Desai સુચના પ્રમાણે દરેક ટીમમાં એક મહિલા મેડીકલ ઓફિસર શાળાની કિશોરીઓ સાથે માસિક સ્ત્રાવ દરમ્યાન લેવાની કાળજી, પોષણ, ગુડ ટચ- બેડ ટચ તથા શારીરિક છેડતીમાં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તે અંગે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપશે.
શાળાની પરીક્ષા પહેલાં તમામ સ્કુલોમાં કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પૂર્ણ કરી દેવાશે. દિવાળી વેકેશન પછી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ૧૦ થી ૧૯ વર્ષ સુધીની દિકરીઓ માટે પણ દરેક શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
National Commission for Women Dr. Rajulben Desai, Banaskantha, District Development Officer Swapnil Khare, Palanpur, kishor swasthya karyakram
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268