પાલનપુર ખાતે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક યોજાઈ:
Shantishram News, Diyodar, Gujarat.
પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી
એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠક યોજાઈ હતી.
આ સોસાયટીની મુખ્ય કામગીરી પ્રાણી અત્યાચાર નિવારણ અધિનિયમ-૧૯૬૦નો અમલ કરાવવાની છે.
જિલ્લામાં પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની કામગીરીમાં સહભાગી બનવા તથા પ્રાણીઓ ઉપર થતાં અત્યાચારો રોકી પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિને વેગ આપવાનું સંસ્થા કામ કરે છે.
જેમાં ઈન્ફરમરી, પ્રાણી કલ્યાણ કરતી સંસ્થાઓ, ઢોર ડબ્બા, કતલખાના (પંચાયતની કે કોર્પોરેશન)ની સમયાંતરે મુલાકાત લેવી
તેમજ લોકોમાં પ્રાણી કલ્યાણ અંગે લોકજાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.
નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલના અધ્યક્ષસ્થાને યાજાયેલી
આ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની બેઠકમાં
વાવ બસ સ્ટેશન પાછળ અને જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરવા,
સંસ્થા માટે જમીનની ફાળવવી કરવી, જિલ્લાના શહેરી વિસ્તારોમાં રખડતી ગાયોને પાંજરાપોળમાં મુકવી તથા
શહેરોમાં રાત્રિના સમયે ભૂંડ છોડીને ભૂંડ ઉછેર પ્રવૃત્તિ કરી પ્રાણીઓ પર અમાનુષિ ક્રુરતા અને અત્યાચાર ગુજારવામાં આવે છે
તે તમામ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ચર્ચા કરવામાં આવી હતી.
વધુ વાંચો: બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો માનવીય અભિગમઃ વિચરતી જાતિના ૭૪ પરિવારોને મફત પ્લો ટની સનદો આપી
બેઠકમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના
પ્રમુખ શ્રી ચીનુભાઈ પાંચાણી,
ઉપ પ્રમુખશ્રી જયંતિલાલ દોશી,
ડિરેક્ટરો સર્વશ્રી ખેતાજી સોલંકી, શ્રી ગણેશભાઇ પટેલ,
શ્રી હસમુખલાલ વેદલીયા,
ટેટોડા ગૌશાળાના મહંતશ્રી રામરતનગિરીજી મહારાજ,
નાયબ પશુપાલન નિયામકશ્રી ર્ડા. પ્રકાશચંદ્ર મિસ્ત્રી,
શ્રી હરેશભાઇ ભાટીયા, સરકારી વકીલશ્રી સી. જી. રાજપૂત,
નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. કે. પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Palanpur Jilla Annimal Board,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268