પાયલોટ ડેના દિવસે GVK EMRI 108 પાટણના યોદ્ધાઓને એવોર્ડ થી સન્માનિત રોજ પાયલોટ દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર ખાતે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી GVK EMRI 108 દ્વારા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો . જેમાં ઉત્તર ગુજરાતના GVK EMRI 108 , 1962 – MVD , MHU અને 181 ના કર્મચારીઓને અલગ – અલગ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા . જેમાં પાટણના યોગેન્દ્રસિંહ રાઠોડને ઉત્તર ગુજરાતના બેસ્ટ હોસ્પિટલ કોર્ડિનેટર એવોર્ડ , હારીજ 108 ના પાયલોટ દિલીપ યોગીને બેસ્ટ KMPL એવોર્ડ , ધારપુર 108 ના ઇલ્લોમોદીન કાઝીને એમ્બ્યુલન્સ મોમેન્ટ ફોટોગ્રાફી એવોર્ડ અને 108 ના જિલ્લા સુપરવાઈઝર નરેશ પટેલ તથા પાટણ પાયલોટ જયસિંહ રાજપૂત ને બેડમિન્ટન ફાઇનલ વિજેતા એવોર્ડ તથા MHU પાટણના ખુલ્લૂબેન પરમારને બેસ્ટ ફાર્માશિસ્ટ અને ગોતરકા ના ડો . પ્રિયંકા વાઘેલાને બેસ્ટ મેડિકલ ઑફિસરનો એવોર્ડ તથા MVD ના ડ્રાઈવર કમ ડ્રેસર મોઈન ફારૂકી ને બેસ્ટ સારથીનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા . GVK EMRI ના તમામ કર્મચારી કોઈ યોદ્ધાથી કમ નથી કે જેઓએ કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં કોરોનાને પણ પાણી ભરાવ્યું હતું જેથી પાટણ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર અને જિલ્લા સુપરવાઈઝર નરેશ પટેલ તરફથી GVK EMRI ના તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો