પાટણ શહેર માં રોટરી નગર થી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ જવાનો ત્રણ કિલો મીટર નો રોડ લાંબા સમય થી બિસ્માર હાલત માં પડેલ હોય તેમ જ રસ્તો સાંકડો હોય બહાર થી આવતા પર્યટકો તેમજ રહીશો ને પસાર થવા માં ભારે હાલાકી પડતી હોય નવીન રોડ બનાવવા માટે ની લાંબા સમય થી માગણી હતી. જે અનુસંધા ને પાટણ ધારાસભ્ય ના ગ્રાન્ટ માં થી 1.50 કરોડ નાં ખર્ચે નવિન રોડ મંજૂર કરવા માં આવતા શુક્રવારે પાટણ ધારાસભ્ય કીરીટ ભાઈ પટેલ તેમજ તેમ ના સમર્થકો સાથે નવીન રોડ બનાવવા માટેની કામ ગીરી નો આરંભ કરવા માટે શુક્રવારે ખાત મુહૂર્ત કરવા માં આવ્યું હતું. કામ ગીરી શરૂ થતા ટૂંક સમય માં જ રહીશો ની રોડની સમસ્યા હલ થશે. રોડ 5.5 ફૂટનો પહોળો બનશે રોટરી નગરથી રાણકી વાવ જવાનો જુનો રોડ 3.5 ફૂટનો હતો.જે હવે 5.5 ફૂટ રોડ બનાવાશે. તેમજ આ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા હોય લેવલીંગ રોડ બનતાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે.
Trending
- દિવાળી પર સાડીમાં સ્ટાઇલિશ દેખાવા માટે આ બેઝિક ટિપ્સ અનુસરો
- 5 શુભ સંયોગમાં ઉજવાશે અહોઈ અષ્ટમી, જાણો પૂજાનો સમય, ઉપવાસના નિયમો અને મહત્વ
- ભારતમાં આ 2 માઇલેજ બાઇકની બમ્પર માંગ, બંનેએ મળીને 60% માર્કેટ કબજે કર્યું
- આ છે વિશ્વનો છેલ્લો દેશ, જ્યાં પૃથ્વીનો અંત આવે છે
- ધનતેરસ ક્યારે છે? જાણો ખરીદી માટે શ્રેષ્ઠ અને ફાયદાકારક ચોઘડિયા મુહૂર્ત
- શું તમે બાઈક દ્વારા ઓફિસ આવો છો? તો લેપટોપ બગડી શકે છે! આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- આહોઈ અષ્ટમી પર આહોઈ માતાને માલપુઆ અર્પણ કરો, તેને બનાવવાની સરળ રેસીપી નોંધો.
- વધુ એક ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી આઘાત! એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ