જગન્નાથપુરી અને અમદાવાદ પછી ની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ચાલું વર્ષે 140 મી રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રથયાત્રા નાં આયોજન ને લઈને શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું મંદિર ટ્રસ્ટના સુત્રો તરફથી જાણવા મળ્યું છે . પાટણ શહેર માં છેલ્લા બે વષૅ થી કોરોના ની મહામારી નાં કારણે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે નિકળી હતી . ચાલું વર્ષે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની કૃપાથી કોરોના ની મહામારી દુર થઇ છે જેને લઇને આગામી અષાઢીબીજ નાં પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર પરિસર ખાતે થી ભગવાન શ્રી જગન્નાથજી ની નિકળનારી 140 મી રથયાત્રા નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે . આગામી અષાઠીબીજ નાં પવિત્ર દિવસે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી , ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની 140 મી રથયાત્રાના આયોજન ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ સહિતના સ્વયં સેવકો દ્વારા મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો