પાટણ પાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરામુક્ત એટલે કે ગાર્બેજ ફ્રી સીટી સર્વેક્ષણ માટે પ્રાથમિક દરખાસ્ત કરવામાં આવી છે હવે સ્વચ્છ ભારત મિશન દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટાબેઝ પાલિકા દ્વારા સબમિટ કરવામાં આવશે જેના આધારે સર્વેક્ષણ થશે અને સ્ટાર રેન્કિંગ આપવામાં આવશે જેમાં ઓછામાં ઓછું એક સ્ટાર રેન્ક મેળવવા રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે . કેન્દ્ર સરકારના ગાર્બેજ ફ્રી સીટી સર્વેક્ષણ અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એમ . આઇ . એસ એક્સપર્ટ ની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી . જેમાં પાટણ પાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા . પાલિકાનાં સૂત્રોના જણાવ્યા મુજબ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્ટાર રેન્કિંગ માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે જે વિગતો ભરીને નગરપાલિકા દ્વારા ઓનલાઇન સબમીટ કરવાનો રહેશે . ઓનલાઇન ભરવાની વિગતોની સમજણ બેઠકમાં આપવામાં આવી હતી . શહેરમાં દરરોજ કેટલો કચરો નીકળે છે , શહેરમાં કેટલી કચરાની સાઈટ છે , ડોર ટુ ડોર કેટલો કચરો નિકાલ થાય છે , જો આ વ્યવસ્થા ન હોય તો ખુલ્લામાં ફેંકાતો કચરો અંગેની વિગત , શહેરમાં નોંધાયેલા રેકપીઅર્સ કેટલા છે અને તેમના દ્વારા કેટલો કચરો ઉઠાવાય છે , ઘન કચરાની ડમ્પીંગ સાઈટ ઉપર સેગ્રીગેશન પ્લાન્ટ , કોમ્યુનિટી અને પબ્લિક ટોયલેટ સબંધી વિગતો તેમાં આપવાની થાય છે . નગરપાલિકા દ્વારા ડેટાબેઝ સબમિટ થયા પછી સ્વચ્છ ભારતની ટીમ નગરપાલિકા વિસ્તારની મુલાકાત લેશે અને સ્થળસ્થિતિ નિરીક્ષણ કર્યા પછી રેન્ક આપવા માટે કાર્યવાહી કરાશે . ગાંધીનગર મળેલી બેઠકમાં દરેક પાલિકા ઓછામાં ઓછો એક સ્ટાર મેળવે તે માટે સુચના આપી હતી
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું