પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ દિવસનું આયોજન કરવામાં આવે છે, જ્યાં દર વર્ષે આ દિવસ 22 મે, ના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય બધા જીવન માટે વહેંચાયેલ ભવિષ્યનું નિર્માણ હતું. રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ બાળકો તથા તમામ જાહેર જનતાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, પૃથ્વી પર હજાર જીવ જંતુઓ અને પર્યાવરણ વચ્ચે સંતુલન બની રહે તે માટે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધાતાંની ગંભીર ચિંતનની શરૂઆત થઈ હતી અને પર્યાવરણની સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે વનવિભાગની સહકારથી વિલુપ્ત થતી પ્રજાતિઓને સંરક્ષણ આપવામાં આવ્યું છે. જૈવ વિવિધતાનું તાત્પર્ય જુદા જુદા પ્રકારના જીવ જંતુ અને છોડ વૃક્ષના અસ્તિત્વ બચાવવા માટેનું છે. આની ઉણપથી પુર, દુકાળ, વાવાજોડ, જેવી કુદરતી આફતોનો ખતરો બની જાય છે. તેથી આપણે પ્રકૃતિનું સમ્માન કરીશું ત્યારે જ અસ્તિત્વ બચી શકશે.જૈવ વિવિધતા પૃથ્વીની અસ્તિત્વની સાથે સાથે માનવ માટે વૈવિધતા પૂર્ણ સેવા ઉપલબ્ધ કરાવે છે. જૈવ વિવિધતાના કારણે જ વિવિધ ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. જેમ કે, ભોજન, ઔષધિ, ઈંધણ, વગેરે જૈવ વિવિધતા જે પૃથ્વીનું પ્રદૂષણ નિયંત્રણ કરે છે. પૃથ્વીનું સંરક્ષણમાં પણ મહત્વનું યોગદાન આપે છે. ત્યારબાદ ઇનોવેશન કોઓર્ડિનેટર યશ હિંગુ દ્વારા વીડિયો-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર ગાઇડ પ્રિયા ઠક્કરે વિવિધ પ્રકારની જૈવવિવિધતા પર વક્તવ્ય આપ્યું હતું અને વિપુલ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જાહેર જનતાએ જૈવ વિવિધતાનું કેટલુ મહત્વનું છે તેની મહિતીથી આશ્ચર્ય અનુભવ્યો હતો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો