ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે રૂપિયા 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના વોર્ડ નંબર 6 અને 7ના નગરપાલિકા દ્વારા જલારામ મંદિર ચોક થી ટેલીફોન એકસચેન્જ થી સારથી બંગલો સુધીના ગેટ સુધી અને યશ બંગલો થી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધી ના રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટણનો દિનપ્રતિદિન વિકાસ થાય તેને અનુલક્ષીને વિવિધ ગ્રાન્ટો માંથી પાટણના વિકાસના કામો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા નવી ટીમ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.ત્યારે પાટણને વિકાસની ગતિમાં આગળ વધારવું છે તેવા પ્રયત્નો નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ વોર્ડ નંબર છ તથા સાતના કોર્પોરેટર મુકેશભાઈ જે. પટેલ રાજેન્દ્ર ભાઈ હિરવાણી, રમેશભાઈ પટેલ, કામિનીબેન પ્રજાપતિ તથા શૈલેષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ , જયેશભાઈ પટેલ વગેરે કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા.
Trending
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય