પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા કલેકટર ડી . એમ . સોલંકી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રરહ્યા હતા . આ યોજનાએ વિશ્વ બેંકના સહયોગ થી ચાલતી યોજના છે . અને ગ્રામ સમુદાયોને સાથે લઈને ચાલતી આ પ્રથમ યોજના છે . આ યોજના 2025 સુધી ચાલશે જેમાં ભારત સરકારે ગુજરાતના 756 કરોડની ગ્રાન્ટ ફાળવી છે . આ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી જેનાથી 2024 સુધી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સરકારના સંકલ્પને મદદ મળશે . અટલ ભૂજલ યોજના ( અટલ જલ ) ની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . અટલ ભૂજલ યોજનાનું લક્ષ્ય દેશના જુદા – જુદા ભાગોમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચુ લાવવાનું છે . ભૂગર્ભ જળના સ્તર વધારો કરવાથી પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે અને તેની સાથે ખેડૂતોને ફાયદો પહોંચાશે . ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો