Shantishram News, Diyodar, Gujarat.
વિદેશની ધરતી ઉપર પણ ગુજરાત નરબંકાઓ ભૂમિને ગૌરવવંતી કરવામાં ક્યારેય પાછીપાની રાખતા નથી.
ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ખેલાઈ રહેલા યુધ્ધ દરમીયાન અનેક લોકો બેઘર બન્યા લોકોને પેટ ભરવાનાં સાંસા પડવા માંડ્યા ત્યારે ગુજરાતને ગૌરવવંતુ કરતા
પોલેન્ડમાં ૧૮ વર્ષથી કર્મભુમિ બનાવનાર પાટણ જીલ્લાના જંગરાલના વતની અને
“મિસ્ટર ઈન્ડીયા” નામ રેસ્ટોરન્ટ ચલાવતા અરૂણભાઈ ગોપાલભાઈ બારોટે યુધ્ધમાં રેફ્યુજી એવા ભુખ્યા તરસ્યા લોકોને નિઃશુલ્ક ભોજનની ઉમદા વ્યવસ્થા કરી હિન્દુ સંસ્કૃતિ “અન્નદાન મહાદાન” ને ઉજાગર કરી ગૌરવવંતુ કરેલ.
જેની નોંધ બી.બી.સી. ની ગુજરાતી ચેનલે પણ લીધેલ.
વિદેશની ભૂમિપર રહી તેમના રેસ્ટોરંન્ટમાં શુધ્ધ ભારતીય ભોજન પોલેન્ડ પહોંચેલા શરણાર્થીઓને પુરૂપાડવામાં પોલેન્ડની ચાર-પાંચ હોટલોમાં આ હોટલનું નામ હતું જેની પોલેન્ડ સરકારે નોંધ લઈ બહુમાન કરેલ.
અરૂણ બારોટે જણાવેલ કે જ્યાં પ થી ૧૦ ફેમીલી રોકાયેલા હોય ત્યાં પણ અમો ભારતીય ફુડ પહોંચાડીએ છીએ.જેમાં ચનામસાલા, રાઈસ મુખ્ય હોય છે. લોકોને ભારતીય ખોરાક સારો લાગે છે.
અરૂણ બારોટ બનાસકાંઠા જીલ્લાના તાલુકા મથક દીઓદરમાં તલાટી કમ મંત્રી તરીકે સેવા આપનાર ગૌતમભાઈ બ્રહ્મભટ્ટના ભાઈ થાય છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268