સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. આ યુવાનો કારકિર્દીમાં આગળ વધે, બેરોજગાર ન રહી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના લોન્ચ કરી છે. આ યોજના યુવાનોમાં ટેક્નિકલ જ્ઞાનની વૃદ્ધી થાય તે માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના લાખો નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ અનેક યુવાનો હાલમાં આ યોજના હેઠળ તાલીમ લઈ રહ્યા છે. પાટણમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી છે. પાટણ જિલ્લામાંથી ટ્રેનિંગ મેળવીને રોજગારી મેળવતા લાભાર્થીઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે આઈ.ટી.આઈ અંતર્ગત ટ્રેનિંગ મેળવી. જે બાદ તેમની રોજગારી ક્ષેત્રે વધારો થયો છે. પાટણના અજીતસિંહ ઠાકોર સરકારનો આભાર માનતા જણાવે છે કે, ટ્રેનિંગ લીધા બાદ હવે તેઓ અમદાવાદના ટાટા નેનો પ્લાન્ટમાં કાયમી નોકરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાથી તેમને રોજગારી મળી છે. પાટણમાં આઈ.ટી.આઈની ટ્રેનિંગ લીધા બાદ પાટણમાં જ ફેબ્રિકેશનની દુકાન ખોલીને રોજગારી મેળવતા જય પંચાલ જણાવે છે કે, ધોરણ 10 પાસ કર્યા બાદ મને ખબર નહોતી પડતી કે મારે કયો વિકલ્પ અપનાવવો, મેં આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ લીધી અને આજે મેં મારી પોતાની દુકાન ખોલી છે. તેમના જેવા યુવાનોને રોજગારી આપતી પ્રધાનમંત્રી કૌશલ યોજના શરૂ કરવા બદલ તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
Trending
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા