પાટણ જિલ્લા તમામ કોર્ટોમાં 26 જૂને નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું પાટણ જિલ્લા તથા તાલુકાઓની કોર્ટોમાં 26 જૂનને રવિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે . સુપ્રિમકોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય , રાજય અને જિલ્લા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આયોજિત લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો , નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો , વાહન અકસ્માતને લગતા કેસો , મજુર તકરારને લગતા કેસો , લગ્ન જીવન તકરાર કે પરીવાર તકરાર ને લગતા કેસો ( છૂટાછેડા સિવાયના કેસો ) , બેંક ને લગતા દાવાઓ , જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ , દિવાની કેસો વિગેર સમાધાનને લાયક તમામ કેસો લોક અદાલતમાં મુકી ‘ શકાય , પ્રિલીટીગેશન કેસો એટલેકે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય , તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે લોક અદાલતમાં મુકવામાં આવે છે . અરજદારોએ કોર્ટોનો સંપર્ક કરવા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ . આર . ઠક્કર ની યાદીમાં જણાવ્યું છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો