પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા પ્રાણીઓની તરસ છીપાવવા દરરોજ 40 હવાડા ભરાય છે કાળઝાળ ગરમીમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ ધખધખી રહ્યો છે . ત્યારે આ ગરમી પશુ પક્ષીઓ માટે ભારે મુશ્કેલીરૂપ બની રહી છે . પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં રહેતા પશુ પક્ષીઓ માટે જિલ્લાના કચ્છના નાના રણ સહિતના જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર 40 હવાડામાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી છે . જિલ્લાના સરહદી તાલુકાઓ સમી , રાધનપુર અને સાંતલપુરનો કેટલોક ભાગ કચ્છના નાના રણમાં આવેલો છે . આ રણ વિસ્તારને સરકાર દ્વારા અભ્યારણ જાહેર કરવામાં આવ્યુ છે . જેથી અહીં વસતા 500 જેટલા નીલગાય , ભુંડ , શિયાળ , સસલા , ઘુડખર ( જંગલી ગધેડા ) , રોઝ , ચિકારા , ઝરખ અને લોમડી જેવા જંગલી પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓનું સંરક્ષણ થઇ શકે . હાલમાં ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો ઉચકાઇને 44 થી 45 ડીગ્રીએ પહોંચી જતા મનુષ્યો , પ્રાણીઓ , પક્ષીઓ અને પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠવા છે અને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ જરુરીયાત પાણીની હોય છે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું