પાટણ એમ . એન . સાયન્સ કોલેજ ખાતે BSC સેમ -1 માં વિધાર્થીઓને પ્રવેશ પક્રિયા શરુ પાટણ એનજીઇએસ કેમ્પસની એમ . એન . સાયન્સ કોલેજ ખાતે બીએસસી સેમ . 1 માં વિધાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે . પ્રથમ સેમમાં મંજૂર કરાયેલી 369 સીટો ઉપર વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે . ધો . 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજો સહિત સરકારી સાયન્સ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે . જે અનુસંધાને પાટણી એમ . એન . સાયન્સ કોલેજમાં બી . એ . સેમ . 1 માં તા . 21 મેથી 31 મી મે સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત કરવામાં આવી હતી . જેમાં તા . 1 જૂનથી 6 જુન સુધી ઓનલાઇન ફોર્મ જમા કરાવ્યા હોય તેવા વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે . બે ગ્રૂપમાં 21 થી 31 મે સુધીમાં જે વિધાર્થીઓએ ઓનલાઇન ફોર્મ જમા કરાવ્યા હોય અને 500 માંથી 300 થી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા વિધાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે . સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 360 સીટો પૈકી એમ . એન . સાયન્સ કોલેજ દ્વારા અત્યાર સુધી એ ગૃપમાં 100 અને બી ગૃપમાં 89 વિધાર્થીઓ મળી કુલ 189 વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે . નોંધનીય છે કેસ . ચાલુ વર્ષે ધો . 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ નીચુ આવતા એમ . એન . સાયન્સ કોલેજ દ્વારા મેરીટલીસ્ટે બદલે વિધાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Trending
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ
- 1300 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત – કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
- મહારાષ્ટ્રમાં બધું હાથમાં હોવા છતાં વિપક્ષના હાથમાંથી જીત કેવી રીતે સરકી ગઈ?