પાટણ શહેર અને સિદ્ધપુર ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતગર્ત આજે શુક્રવારના રોજ સાયકલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર અનૈ સ્નેહલ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. અંગદાન જાગૃતિ માટે આયોજિત સાયકલ સ્પધૉમાં બાળકો સ્કેટિંગ સાથે અને યુવાનો સાયકલ સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાટણમાં યોજાયેલી આ સાયકલ સ્પધૉ શહેરના બગવાડા દરવાજા ખાતેથી પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી શહેરના હાંસાપુર લીંક રોડ પર આવેલા રોટલીયા હનુમાનજી મંદિર ખાતે સંપન્ન થઇ હતી. સાયકલ સ્પર્ધામાં જોડાયેલા તમામ સ્પર્ધકોએ અંગદાન જાગૃતિ માટેના પ્લે કાડૅ સાથે લોકોમાં અંગ દાન જાગૃતિ માટેનો સંદેશો ફેલાવી લોકોને અંગદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. અંગદાન જાગૃતિ માટે આયોજિત આ સાયકલ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પધૅકોની ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય આજે ૩ જૂન અને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સિદ્ધપુર ખાતે પણ “અંગદાન, મહાદાન” જાગૃતિ અભિયાન અંતર્ગત સાયક્લોથોન (સાયકલ યાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બલવંતસિંહ રાજપૂત પૂર્વ ચેરમેન જીઆઇડીસી ગુ.રા., બી.એમ.સોલંકી ઇન્ચાર્જ કલેક્ટર (ડીડીઓ પાટણ), વિજયભાઈ પટેલ એસ.પી પાટણ, કૃપાબેન આચાર્ય ન.પા. પ્રમુખ સિદ્ધપુર વગેરેએ લીલી ઝંડી આપી સાયકલવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. અંગદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં નાના વિદ્યાર્થીઓથી શરૂ કરી સિનિયર સિટીઝન સુધીના 700 ઉપરાંત સાયકલવીરો જોડાયા હતા. આ પ્રસંગે કનકસિંહ ગોહીલ મામલતદાર સિદ્ધપુર, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, રાજેન્દ્રભાઈ માધુ, પ્રમુખ રોટરી ક્લબ સિદ્ધપુર, વિક્રમસિંહ ઠાકોર વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગોકુલ ફાઉન્ડેશન, સિદ્ધપુર નગર પાલિકા, સિદ્ધપુર પોલીસ, સિદ્ધપુર આરોગ્ય વિભાગ, સિદ્ધપુર એ.પી.એમ.સી, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન સિદ્ધપુર, યોગાંજલિ કેળવણી મંડળ, સહિત સિદ્ધપુર નગર અને તાલુકાની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ અંગદાન મહાદાન અભિયાનના આ કાર્યક્રમને સહયોગ કર્યો હતો.
Trending
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા