પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 27મે ના રોજ રાજયપાલ શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજવામાં આવશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 27મી મેના રોજ ડી-લીટની માનદ પદવીદાન સમારોહ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં યુનિવર્સિટીમાં વર્ષ 2018-19 માં વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનારા તેમજ રમતગમત સહિત અન્યક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય દાખવનારા કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનીત કરવામાં આવશે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી 27 તારીખે શુક્રવારના રોજ ડી-લીટ માનદ પદવીદાન સમારોહ અને તેજસ્વી વિધાર્થીઓનો સુવર્ણચંદ્રક એવોર્ડ વિતરણ કાર્યક્રમ રાજયપાલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં સમાજ સુધારણામાં યોગદાન આપવા બદલ સ્વામી નારાયણના જ્ઞાન વત્સલ સ્વામી અને શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન આપનારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલને રાજ્યપાલના હસ્તે ડી. લિટની પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં યુનિવર્સિટીના વર્ષ 2018-19માં વિવિધ અભ્યાસક્રમો, રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન આપનારા 38 વિદ્યાર્થીઓને રાજયપાલના હસ્તે સુવર્ણચંદ્રક આપી સન્માનીત કરવામાં આવશે તેમ કુલપતિ ડૉ. જે. જે. વોરાએ જણાવ્યું છે. નોંધનીય છે કે, સુવર્ણચંદ્રક ના કોઈ દાતા ન હોવાથી યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી દાતાનો કાર્યભાર સંભાળી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે.
Trending
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું