બાળકોમાં સાહસ વૃતિ કેળવવામાં આવે તો તેઓ કોઈપણ સાહસ ખેડવા તૈયાર હોય છે બસ તેને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે જૂનાગઢમાં આવા પાંચ થી ૧૩ વર્ષના 13 બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટા લોકો ન કરી શકે તેવું સાહસ કર્યું હતું અને સવારે છ વાગ્યે જુનાગઢ થી સોમનાથ સુધીની 105 કિ.મી.ની સ્કેટિંગ યાત્રા શરૂ કરી હતી આ બાળકો સાથે તેના માતા-પિતા અને સ્કેટિંગ કોચ સાથે રહ્યા હતા વિશ્વ કલ્યાણ અર્થે અને પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે આ બાળકો જુનાગઢ થી સોમનાથ સુધીની સ્કેટિંગ યાત્રાએ જતા હોવાથી જાણ થતાં કેશોદના આગેવાનોએ શહેરમાંથી પસાર થવા વિનંતી કરતા બાળકો શહેરમાંથી પસાર થયા હતા તેનું કેશોદના આગેવાનોએ અને લોકોએ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું બાદમાં તેઓ સોમનાથ જવા રવાના થયા હતા અને બપોરે બે વાગ્યે સોમનાથ મંદીર ખાતે પહોંચ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા ને ત્યાં પણ આ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું અખંડ ભારત સંઘ ની પ્રેરણાથી બાળકોનું સાહસ જોઈ જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો