પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાનું જોડાણ થતા આગામી મહિનાની 1 તારીખથી મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. અમદાવાદ વિભાગમાંથી અંદાજે 21 ટ્રેનો પસાર થઇ રહી છે જેમાં જનરલ ટિકિટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકતી હતી અને કોરોના સમયે જનરલ કોચ બંધ કરી દેવામાં આવ્યા હતા જો કે હવે જનરલ કોચ શરુ કરતા ફરીથી લોકોને સામાન્ય આરક્ષણ વગરની ટિકિટ મળી રહેશે. જનરલ ટિકિટ મળવાની શરૂ થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ટ્રેનની મુસાફરી સસ્તી બની રહેશે. અંતિમ ઘડીએ મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે રાહતના સમાચાર છે.કઈ કઈ ટ્રેનમાં જનરલ ટિકિટ ઉપલબ્ધ થશેમુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે. બાંદ્રા અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ, બાંદ્રા ગાંધીનગર બાંદ્રા સુપરફાસ્ટ, દાદર ભુજ દાદર સુપરફાસ્ટ, વલસાડ અમદાવાદ વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર ઇન્દોર ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. અત્યાર સુધી આખી ટ્રેનમાં રિઝર્વેશન પર જ મુસાફરી કરી શકતી હતી પરંતુ હવે જનરલ ટિકિટમાં પણ મુસાફરી કરી શકાશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો