પર્યાવરણ રક્ષણની પહેલ….
સાણંદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા
૧,૦૦,૦૦૦ સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન.
Shantishram News, Diyodar , Gujarat
વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ global warming જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી ૧,૦૦,૦૦૦ જેટલા seed balls બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં – ઝાંખરામાં મુકવાનું આયોજન હાથ ધરાયું છે. હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે જેના પરિણામે માનવ સમાજ પર ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.
વધુ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ બારોટ કહે છે કે, “ આજે પર્યાવરણની સમસ્યા વિકરાજ્ળ બની રહી છે… ભવિષ્યમાં પણ આ ખતરાની ઘંટીને ઓળખી માનવ સફાળો જાગશે નહીં તો વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતીને ધ્યાને લઈ માનવ સેવા ટ્રસ્ટે પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી લીધી છે. ૧,૦૦,૦૦૦ સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે…વૃક્ષો આપણા માટે સર્વસ્વ છે… વૃક્ષ હશે તો જ આપણું અસ્તિત્વ ટકી રહેશે, એ પણ એટલું જ સત્ય છે…આગામી પેઢી પણ environment બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા સહયોગી બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું..’
વધુ વાંચો: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર
આગામી સમયમાં sanand ના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું શ્રી મનુભાઈ કહે છે. સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાવળના જંગલમાં ૧ લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, બાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપો-આપ ભીતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે જો માત્ર થોડાજ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે એમ તેઓ કહે છે…
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268