પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબનું આગામી ચાતુર્માસ Surat મધ્યે યોજાશે:
Shantishram News, Diyodar , Gujarat
આજ રોજ સુરત ગુરુ રામ પાવન ભૂમિ મધ્યે
જેઠ મહિનાનું મહા માંગલિક યોજાયું
તપાગચ્છ પ્રવરસમિતિ કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય
અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા
કાર્યકુશળ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય
મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં
આજરોજ જેઠ મહિનાનું બેસતા મહિનાનું મહામાંગલિક એક અનોખા માહોલમાં યોજાયું.
દીઓદર પ્રગતિનગર મધ્યે ધ્વજારોહણ યોજાયું.
વર્તમાન પરિસ્થિતિ અનુસાર પૂજ્ય શ્રી નું આગામી ચાતુર્માસ
જે મુંબઈમાં નિશ્ચિત હતું તે કેન્સલ થવાથી સુરતના અને ગુજરાતના અનેક સંઘો ની ચાતુર્માસ માટે વિનંતી કરવામાં આવી
પરંતુ પૂજ્ય ગુરુ ભગવંતે આગામી ચાતુર્માસ સુરત મધ્યે કરવાનો ભાવ દર્શાવતા
સુરતના અનેક સંઘોએ મહા માંગલિક ની સભામાં
પૂજ્ય શ્રી ને વિનંતી કરી॰
આ પ્રસંગે દીક્ષાર્થી મુમુક્ષુ કુમારી પાયલ સુરેશજી વેદમુથ્થા નું બહુમાન થયું.
તેમજ મુજબ ગુરુ ભગવંતના ગુરુપૂજન નો લાભ
ગાંધીનગર નિવાસી જી.કે શાહ પરિવાર હસ્તે પિનાંકભાઈએ લીધેલ.
સંગીતકાર અંકુરભાઇ શાહ દ્વારા સુંદર સંચાલન થયેલ. Jain
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268