પદગ્રહણ ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે વેક્સિનેશન સેન્ટરોની ઓચિંતી મુલાકાતે
Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જિલ્લામાં નવ નિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે Swapnil Khare એ આજે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે.
પદગ્રહણના પ્રથમ દિવસે જ Banasknatha Jilla પંચાયતના તમામ આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
આજે District Development Officer એ ઓચિંતા એસ.ટી.વર્કશોપની મુલાકાત લઇ ખાલી પડેલા ટાયરોનું નિરીક્ષણ કરીને ડેપો મેનેજર સાથે ચર્ચા કરી ચોમાસામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવી સૂચના આપી હતી અને
જો ખાલી ટાયરોમાં વરસાદી પાણી જોવા મળશે તો Health Officer દ્વારા દંડ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

વધુ વાંચો: વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ જિલ્લાના વડા મથક પાલનપુર Palanpur ખાતે
અર્બન હેલ્થ સેન્ટર-૧Urban Health Center લક્ષ્મીપુરા અને
હનુમાન ટેકરી કોરોના રસીકરણ Vaccination Center બુથની મુલાકાત લઇને રસીકરણ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
ઉપસ્થિત લાભાર્થીઓને પણ રસીકરણ માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

વધુ વાંચો: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત કરી, ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું
આ મુલાકાત દરમ્યાન ઈ.ચા.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
ર્ડા. ડી.બી.મહેતા, આર.સી.એચ.ઓ. ર્ડા. જે.એચ.હરીયાણી તથા
એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા.એન.કે.ગર્ગ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક