નાના અંબાજી ધામ સણાદર મધ્યે ગુરુપૂર્ણિમા ઉજવાઇ.
Shantishram News, Diyodar, Gujarat.
ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ તથા જૈન ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે.
આ દિવસે ગુરુની પુજા કરવામાં છે.
આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.
આ ઉત્સવ અષાઠ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
મહાભારત ના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
गुकारस्त्वन्धकारस्तु रुकारस्तेज उच्यते। अन्धकारनिरोधत्वात् गुरूरित्यभिधीयते।।
શાસ્ત્રોમાં ગુ નો અર્થ અંધકાર એવો થાય છે તથા રૂ એટલે તેમાંથી બહાર લાવનાર.
આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે.
દિયોદર તાલુકાના નાના અંબાજી તરીકે જાણીતા ધામ સણાદર મધ્યે
ગુરૂ ભક્ત પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
મા અંબાના ધામ સણાદરમાં ગુરુ શ્રી કૃષ્ણાનંદગીરી બાપુના સમાધિ સ્થળે સૌએ જઇ બાપુને વંદના કરેલ.
તથા આશ્રમમાં શ્રી અંકુશગીરી બાપુ ને દશૅન વંદના કરી આશીર્વાદ મેળવેલ.
ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા.
જાણો અંબાજી મંદિર સણાદર ના ઈતિહાસ ને.
લગભગ એક હજાર વર્ષ પહેલાં,
બ્રહ્મભટ્ટ સમાજની એક યુવાન અપરિણીત યુવતી (કુમારિકા) દ્વારા અંબાજીનું નાનું મંદિર સ્થાપિત કરાયું હતું.
તે સમયથી, આ મંદિરને નાના અંબાજી મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું.
આજે પણ નિયમિત રીતે એકસો અને આઠ દીવાઓની આરતી કરવામાં આવે છે.
ઉપરાંત, પંચધાતુથી બનેલું 56 કિલોગ્રામનું ત્રિશૂલ નજીકમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મંદિરની મુલાકાત લેતા ભક્તો તેને જોઈ શકે.
મંદિર અને આજુબાજુની જગ્યાને બગીચા અને કોતરવામાં આવેલા લાકડાના દરવાજા દ્વારા પણ વધુ સુંદર બનાવવામાં આવી છે.
મા અંબાના ધામ સણાદરમાં ગુરુ શ્રી કૃષ્ણાનંદગીરી બાપુ દ્વારા મંદિરની બીજી બાજુ, એક સુવ્યવસ્થિત ગૌશાળા બનાવવામાં આવી જ્યાં માત્ર ગાયને જ નહીં, પરંતુ અન્ય પ્રાણીઓને પણ રાખવામાં આવે છે.
ઉપરાંત ત્યાં ગૌશાળા પાસે બર્ડહાઉસ પણ છે.
જ્યારે જરૂરી હોય ત્યારે પ્રાણીઓ અને પક્ષીઓને તબીબી સારવાર પણ આપવામાં આવે છે.
બોલો શ્રી અંબે માતાજી ની જય
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268