નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ સબીતા માણેક,
જાણો એમને શું અને કેવી રીતે મેળવ્યું ?
Shantishram News, Diyodar, Gujarat.
કોરોનાકાળ દરમિયાન હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને મદદરૂપ થવા વડોદરાનાં નગરજનોએ વિવિધ પહેલ કરી હતી.
કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા ૨ લાખથી વધુ માસ્કનું વિતરણ કરાયું હતું.
ગુજરાત સરકારની પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,વડોદરાના માધ્યમ થી
સબીતા માણેકને ૨૫ લાખની લોન અને ૬.૨૫ લાખની સબસીડી મળેલી છે.
આ લોન બાદ તેમના ઉદ્યોગમાં ઘણી પ્રગતિથઈ છે.
સરકારની સહાય બાદ તેમણે ઉત્પાદક એકમ શરૂ કર્યું જ્યાં હાલમાં ૮ કર્મચારીઓ છે.
કોરોનાની ભયાનક બીજી લહેર દરમિયાન સબીતા માણેક અને તેમની ટીમ દ્વારા ૧૫૦૦-૧૭૦૦ સિકયુરિટી ગાર્ડના ગણવેશ તથા ૨૦૦૦ ડૉકટરના ગણવેશ તૈયાર કરવામાં આવ્યા હતા.
તેમજ ૫૦૦-૭૦૦ વોશેબલ પી.પી.ઇ. કીટ બનાવવામાં આવી હતી.
સરકારની સહાય બાદ સબીતા માણેક અને તેમની ટીમે કોરોનાનાં કપરા કાળમાં ૨ લાખથી વધુ માસ્ક બનાવી હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ ને આપવામાં આવ્યા હતા.
પ્રધામંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ દ્વારા સબીતાબેનને મળેલી આર્થિક સહાય દ્વારા તેમણે હાલમાં ૮ સહકર્મીઓને રોજગારીની તક આપી છે.
ઉપરાંત, રેડીમેડ કપડાંની દુકાન પણ શરૂ કરવામાં આવી છે.
સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પ્રજાજનોને મળતા લાભ તેમના વિકાસ માટે ઉત્તમ માધ્યમ છે.
સબીતા માણેક નવી કારકિર્દીઓ ઘડવા ઈચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
Sabita Manek, vadodara jilla udhyog kendra,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268