નડિયાદમાં રૂડસેટ સંસ્થા ખાતે ખેડાના યુવકો માટે 60 દિવસીય પશુ મિત્ર તાલીમનું આયોજન તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન જેવા કાર્ય કરવા માટે યુવકો સક્ષમ બનશે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લાના યુવકો માટે 60 દિવસની પશુ મિત્ર તાલીમનું આયોજન રૂડસેટ સંસ્થા નડિયાદ ખાતે યોજાશે. આ તાલીમ મેળવ્યા બાદ યુવકો પશુમિત્ર તરીકે કાર્ય કરી શકશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરે છે તેમને વિવિધ કાર્ય જેવા કે ડેરી ફાર્મ મરઘાં ફાર્મ, વિગેરેના સંચાલન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકશે. આ ઉપરાંત પશુઓની તબીબી સંભાળ, કૃત્રિમ વીર્યદાન વિગેરે જેવા કાર્ય કરવા માટે પણ યુવકો સક્ષમ બનશે. આ સાથે ખેડૂતોને પણ ખેતી વિષયક પ્રશ્નોનો વ્યવહાર ઉકેલ મેળવી આપશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તો જિલ્લાના યુવકોને તેમનું નામ રજિસ્ટ્રેશન કરાવવા તથા વધુ માહિતી માટે રૂડસેટ સંસ્થા, પીપલગપીપળાતા રોડ પર આવેલી સંસ્થાની મુલાકાત કરવા જણાવવામાં આવ્યું છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો