નડિયાદના પીપલગમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ, 25 ટ્રાઈ-સાઇકલ, 9 વ્હીલચેર આપવામાં આવી કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને વિનામૂલ્યે સહાયક સાધનોનું વિતરણ એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો મંત્રીના હસ્તે આપવામાં આવ્યાં નડિયાદના પીપલગ ગામની સ્નેહ સ્કૂલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન વિતરણ કરવામાં આવ્યાં હતા. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એડીપ યોજના અંતર્ગર્ત અંધજન મંડળ નડિયાદ અને સી.આર.સી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પીપલગ ગામની સ્નેહ સ્કૂલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે સહાયક સાધનો-વિતરણનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને 25 ટ્રાઈ-સાઇકલ, 9 વ્હીલચેર, એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો મંત્રી અર્જુનસિંહના હસ્તે આપવામાં આવ્યાં હતા. વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ સંસ્થાને બિરદાવી પ્રસંગ અનરૂપ વક્તવ્ય આપતા અર્જુનસિંહે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સતત દિશાસૂચન કરીને વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ અંધજન મંડળ નડિયાદ સંસ્થાને બિરદાવી હતી. આ સાધનનોથી દિવ્યાંગ બંધુઓના જીવનમાં સકારાત્મક પરિણામ આવે એવી આશા રાખતાં મંત્રીએ વધુમાં સંસ્થા અને તમામ લાભાર્થીઓને ભવિષ્યમાં પણ તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. મંત્રી તેમજ લાભાર્થીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા ભારત સરકાર, સમાજ કલ્યાણ મંત્રાલય તરફથી કાર્યક્રમના અન્ય મુખ્ય અતીથી રાજેન્દ્ર ચંચાણીએ જણાવ્યું કે, સાધન સહાય યોજનાથી સરકાર દ્વારા સતત જરૂરિયાતમંદોને શ્રવણ-યંત્ર, એજુકેશનલ કીટ વગેરે આપવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં ગ્રામ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજન દેસાઈ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નડિયાદ એલ.જે. ભરવાડ, સામાજિક કાર્યકર ભુપેન્દ્ર બ્રહ્મભટ્ટ, અંધજન મંડળના કાર્યકરો, સાધન સહાયના લાભાર્થીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ