ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો માં પાયોનીયર સ્કૂલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ ચાલુ વર્ષે માર્ચ 2022 માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઇ હતી . જેના પરિણામો શનિવારના રોજ બોર્ડ દ્વારા ઓનલાઇન જાહેર કરવામાં આવ્યા હતા . જેમાં પાટણ જિલ્લામાંથી અવ્વલ નંબર પર પાયોનિયર સ્કુલ ના વિધાર્થી પ્રજાપતિ યશ જયેશભાઇ 99. 97 PR * પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે . આ ઉપરાંત પાયોનિયર સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓમાં રાજગોર દેવાંશ કનુભાઈ 99. 69 PR * સાથે શાળામાં દ્વિતીય અને જેષ્ઠિ માનસી નવીનચંદ્ર 99. 54 PR * શાળામાં તૃતીય નંબર મેળવેલ છે . ઉપરાંત પાયોનિયર સ્કૂલમાંથી 90 કરતાં વધારે PR ધરાવતા વિદ્યાર્થીઓ 21 અને 80 કરતા વધારે PR ધરાવતા વિદ્યાર્થીઓ 33 છે . સમગ્ર જિલ્લામાં 14 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે . જેમાં પાયોનિયર શાળાના 3 વિદ્યાર્થીઓ એ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે . શાળામાંથી સર્વપ્રથમ 10 વિદ્યાર્થીઓમાંથી ( 4 ) દેસાઇ ક્રિના ફૂલેશભાઈ 98. 82 PR ( 5 ) અખાની ઓમ રાજેન્દ્રકુમાર 98. 71 PR 6 ) પટેલ એની કલ્પેશભાઈ 97. 98 PR ( 7 ) દેસાઇ દેવાંશી રમેશભાઈ 97. 90 PR ( 8 ) મોદી ગર્વ રાકેશકુમાર 97. 82 PR ( 9 ) ઠક્કર મયુર પ્રમોદભાઈ 97. 64 PR ( 10 ) સોલંકી બિંદિયા નરેશભાઈ 97. 05 PR જેટલા માર્કસ મેળવી પોતાની શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે . આ તબક્કે જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી પ્રજાપતિ યશ જયેશભાઇના જણાવ્યા અનુસાર કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં પણ શાળા દ્વારા દરેક વિષયના દરેક ચેપ્ટર ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સંપૂર્ણ ન્યાય આપી ભણાવવામાં આવ્યા હતા . જ્યાં પણ અભ્યાસમાં મુશ્કેલી કે મૂંઝવણ જેવું લાગે તો દિવસ દરમ્યાન ગમે ત્યારે ફોન ઉપર કે રૂબરૂ શાળાના શિક્ષકો મુલાકાત આપી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરેલો છે . તેમના આ હકારાત્મક સહયોગી અભિગમથી મહેનત કરવાની યોગ્ય દિશા મળી જેથી ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી લક્ષ હાંસલ કરેલ છે . આ ઉપરાંત દરરોજ ઘરે સાતત્યપૂર્ણ રીતે છ કલાક જેટલુ રીડિંગ અને રિવિઝન કર્યું હતું . આ સિવાય મહામારીના સંજોગોમાં ક્યારેક નિરાશા આવતી ત્યારે શાળાના શિક્ષકો દ્વારા સતત મોટીવેટ કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા અમને સતત મળતી રહેતી . મારી આ સફળતામાં માતા – પિતાના આશીર્વાદ અને ગુરુજનોનું યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું જેને લીધે મારી આ સફળતા માટે આભારી છે
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત