દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે નરસંગ ટેકરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે દારૂ સંબંધી દરોડો પાડી એક શખ્સના મકાનમાંથી પાંચ બોટલ દારૂ કબજે કર્યો છે. આ પ્રકરણમાં વધુ બે શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે બંનેને જાહેર કર્યા છે. જ્યારે પકડાયેલા શખ્સ ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે દારૂ જુગારની પ્રવૃત્તિ પર લગામ કશી છે અને ઠેર ઠેર દરોડા પાડી આ સામાજિક પ્રવૃત્તિને ડામવા પ્રયાસો હાથ ધર્યા છે ગઈકાલે દ્વારકા પોલીસના સ્ટાફે નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડયો હતો આ દરોડા દરમિયાન મુરુભા બુધાભા સોમણીયા નામના શખ્સના ઘરની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી દરમિયાન પોલીસને મકાન અંદરથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગલિશ દારૂની કુલ પાંચ બોટલ મળી આવી હતી. રૂપિયા 2000 ની કિંમત નો પાંચ બોટલ દારૂનો જથ્થો કબજે કરી પોલીસે મુરુભા સુમણીયા ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો નરસંગ ટેકરી વિસ્તારમાં જ રહેતા ફૂલવાડી ચોક ખાતે મકાન ધરાવતા બાબાભાઈ ઉર્ફે જીગો બુધાભા સોમણીયા અને દ્વારકા તાલુકાના રામાસર ગામે રહેતા ડુંગરભા ઉર્ફે બાડો માણેક સ્થળ પર હાજર નહીં મળેલા આ બંને શખ્સોને પોલીસે ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો