દીઓદર શાંતિનાથ જીનાલયે સાલગીરી ઉજવાઈ:
દીઓદર નગરે શાંતિનાથ જીનાલયની સાલગીરી મહોત્સવ
ડહેલાના સમુદાયના વડીલ નાયક
પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા
પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા. તથા
પૂ.પં.શ્રી સત્વસુંદર વિ.મ.સા.
આદિ સાધુ-સાધ્વી ભગવંતોની
પાવનનિશ્રામાં વૈશાદ વદ-૬ તા.૩૧/પ/ર૦ર૧ ના રોજ ઉજવાઈ ગઈ.
મૂળનાયક શાંતિનાથ દાદા જીનાલયમાં ધ્વજારોહણનો લાભ
દોશી ચંદુલાલ બાપુલાલ મોહનલાલ પરિવારે લીધેલ.
તેમજ આદિનાથ દાદા જિનાલયનો લાભ
શાહ કાંતિલાલ છોટલાલ (સી.કેે.) પરિવાર તથા
જીરાવલા પાર્શ્વનાથ દાદા જિનાલયનો લાભ સવિતાબેન રમણિકલાલ ત્રિભોવનદાસ કિકાણી પરિવારે લીધેલ.
જ્યારે માણીભદ્રવીર દાદાને શ્રીફળ તોરણનો લાભ
દોશી ચંદુબેન બાપુલાલ મોહનલાલ પરિવાર જ્યારે
પદ્માવતી દેવીને શ્રીફળ તોરણનો લાભ
દોશી ચંદુબેન બાપુલાલ મોહનલાલ પરિવારે લીધેલ.
સવારે દાદાને સેવા-પૂજા બાદ સત્તરભેદી પૂજા મીતેશ ફોફાણીએ ભણાવેલ.
સંગીતનો તાલ જીતુ નાયકે આપેલ.
બાદમાં મંત્રોચ્ચાર વચ્ચે લાભાર્થી પરિવારે પ્રદિક્ષીણા કરી ધ્વજારોહણ કરેલ.
સૌએ અક્ષતથી વધાવી લીધેલ.
બાદમાં પૂજ્યશ્રીએ શાંતિનો પાઠ ભણાવેલ સૌને
માંગલિક પ્રવચન આપતાં ધ્વજારોહણનું મહત્વ સમજાવી
આજની આ વિષમ પરિસ્થિતિમાં સૌને દાદાની આરાધના કરવા તથા
નમસ્કાર મહામંત્રનો જાપ કરવા જણાવેલ.
વધુ વાંચો:- દીઓદર માં યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268