દીઓદર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાની ભલામણથી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ દ્વારા રૂા.૧૩.પ૦ કરોડના રસ્તાના કામો મંજુર કરાયા
Shantishram News, Diyodar, Gujarat.
વિધાનસભા મત વિસ્તારમાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ને
ધારાસભ્યશ્રી ૧૧ કરોડ રૂા.ના રસ્તાના કામો માટેની ગ્રાન્ટ માંથી
નીચેના રોડના કામો લેવા ભલામણ કરતાં
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ દીઓદર વિધાનસભામાં નીચે મુજબના રસ્તાઓ મંજુર કરાયેલ.
કાચા રોડથી ડામર રોડ
૧) સરકારી ગોળીયા (આગળથળા)થી ગેનાજી ગોળીયા (ગેનાભાઈ પટેલ ના ફાર્મ સુધી) રોડ
૨) રૈયા થી સુરાણા રોડ
૩)રાંટીલા થી મોજરુ રોડ
૪) લવાણા થી મહાદેવપુરા ગામ સુધીનો રોડ
૫) સરદારપુરા જસાલી થી ફોરણા રોડ
૬) ભીલડી જુની થી ખેંટવા રોડ
૭) કોટડા (દિયોદર) થી ચગવાડા રોડ
તેમજ રોડ પહોળા કરવાની કામગીરી
૧) ફોરણા, ઓઢા, કુવારવા એપ્રોચ રોડ
૨) પાલડી એપ્રોચ રોડ, જોશીડાવાસ રોડ
૩) કોટડાપુરા એપ્રોચ રોડ
ઉપર મુજબના રસ્તાના કામો રૂા.૧૩.પ૦ કરોડના મંજુર કરતાં આ વિસ્તારની પ્રજાએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268