દીઓદર રેફરલમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત ડીલીવરીના કેશોમાં પ્રાઈવેટ ડોક્ટરો સેવા આપશે.
Shantishram News, Diyodar, Gujarat.
સરકારી હોસ્પીટલમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોના અભાવથી સારવાર માટે આવતા દર્દીઓ ખાનગી હોસ્પીટલમાં જવા લાગ્યા છે.
તેમાંય ડીલીવરી માટે આવતી સગર્ભા બહેનો સરકારી હોસ્પીટલોમાં સગવડતા તથા નિષ્ણાત ડોક્ટરોના અભાવ હોઈ પ્રાઈવેટ દવાખાના નો આશરો લે છે.
જ્યાં ડોક્ટરો દ્વારા કહેવાય છે કે સામાન્ય ડીલીવરી કેશમાં સીઝીરીયન કરાય છે અને પ્રજાજનો લુંટાય છે.
સરકારશ્રીમાં ઉચ્ચ રજુઆતો બાદ રાજ્યની સરકારી હોસ્પીટલમાં સર્ગભામાતાઓ તથા જરૂરીયાતમંદ દર્દીઓ માટે સી.એમ.સેતુ યોજના અંતર્ગત
રાજ્યની પ્રજાને સ્પેશ્યાલીસ્ટની સેવાઓ મળી રહે તે હેતુસર જુદાજુદા વિષયના ખાનગી વિઝીટીંગ સુપર સ્પેશ્યાલીસ્ટની સેવાઓ જ્યાં મળી શકતી ન હોય
ત્યાં તેજ વિષયના સ્પેશ્યાલીસ્ટની સેવાઓ લેવાની રાજ્ય સરકાર દ્વારા તા.૧/૧/ર૦૧૮ના પરિપત્ર દ્વારા ઠરાવ્યું છે.
સરકારશ્રી આ પરિપત્ર કરાયો હોવા છતાં સરકારી હોસ્પીટલોમાં આ બાબતે ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનું વ્યાપક ચર્ચાય છે.
ડોક્ટર બ્રિજેશ વ્યાસ
ત્યારે દીઓદર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ર્ડા.બ્રિજેશ વ્યાસે દીઓદર રેફરલ હોસ્પીટલમાં માં ડીલીવરી માટે આવતી બહેનોની જરૂરીયાત હોય તો
નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ લેવાનું શરૂ કરવામાં આવતાં પ્રજાજનોએ રાહત અનુભવી છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
આમ પ્રજાજનો ડીલીવરીના કેશો માટે સરકારી હોસ્પીટલ રેફરલનો વધુમાં વધુ ઉપયોગ કરી
તેમના નાણાં વેડફાતા અટકાવી શકાશે.
હવે સરકારી રેફરલ હોસ્પીટલમાં સગર્ભા બહેનોને દીઓદરનાજ પ્રાઈવેટ નિષ્ણાત ડોક્ટરોની સેવા ઓ ફ્રીમાં મળી રહે તેવી સગવડ છે.
સાથે સાથે દર્દીઓની જરૂરીયાત મુજબની દવાઓ પણ ફ્રીમાં મળી રહે છેે.
સરકાર દ્વારા સરકારી હોસ્પીટલમાં ૧ર સ્પેશ્યાલીસ્ટ વિભાગમાં ખાનગી પ્રેક્ટીસ કરતા તબીબો પોતાની માનદ સેવા આપી શકશે અને
જેની સામે ડોક્ટરોને કલાક દીઠ વેતન ચુકવવાનું સરકારે આયોજન કરેલ છે.
આમ રેફરલ હોસ્પીટલ સગર્ભા બહેનો આશીર્વાદ સમાન બની રહેવા પામશે.
તેમજ પ્રાઈવેટમાં જે સીઝીરીયનની દમદદાટી ચાલે છે.
તેના ઉપર પણ બ્રેક આવી શકે તેનું ફળ પણ સગર્ભા મહિલાઓ ને જ મળશે.
દીઓદર રેફલર હોસ્પીટલમાં સગર્ભા મહિલાઓ ડીલીવરી માટે દાખલ થશે તો
પ્રાઈવેટ નિષ્ણાત ડોક્ટરોની ડીલીવરી સમયે હાજરી, લેબોરેટરીની જરૂરીયાત પડે તો ફ્રી,
દવાઓ ફ્રી, બ્લડની જરૂરીયાત પડેતો સવલત મળી રહે…
(પ્રતિકાત્મક તસ્વીર)
દર્દીઓ માટે જમવાનું ફ્રી, તથા દર્દીને આવવા-જવાની વાહન વ્યવસ્થા
(તમામ સમાજની મહિલાઓ માટે)
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268